° °

આજનું ઇ-પેપર
Saturday, 29 January, 2022


Viral Video: દુકાનદારે વેચી લીલા મરચાંની આઇસ્ક્રીમ, લોકોએ કહ્યું આ...

07 December, 2021 07:59 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

ફૂડને નવો ફ્લેવર આપવાના ચક્કરમાં સોશિયલ મીડિયા પર હાલ લીલા મરચાની આઇસ્ક્રીમ ખૂબ જ વાયરલ થઈ રહી છે. આના સ્વાદ વિશે વિચારીને જ ઇન્ટરનેટ યૂઝર્સ આળવીતરી કોમેન્ટ્સ કરી રહ્યા છે.

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર

તમે કોઈપણ હોટલ કે રેસ્ટૉરન્ટમાં જાઓ છો, તો ત્યાંની પોતાની એક સ્પેશ્યાલિટી હોય છે,, પણ સ્ટ્રીટ ફૂડમાં તમને એવા પ્રકારના કૉમ્બિનેશન જોવા મળે છે, જેવા તમે જ્વલ્લે જ જોવા મળે. ફૂડને નવો ફ્લેવર આપવાના ચક્કરમાં સોશિયલ મીડિયા પર હાલ લીલા મરચાની આઇસ્ક્રીમ ખૂબ જ વાયરલ થઈ રહી છે. આના સ્વાદ વિશે વિચારીને જ ઇન્ટરનેટ યૂઝર્સ આળવીતરી કોમેન્ટ્સ કરી રહ્યા છે.

વેન્ડરે જે રીતે આઇસ્ક્રીમને લીલા મરચા સાથે મિક્સ કરીને રોલ બનાવ્યો છે, તેને જોઇને લોકો ચોંકી ઉઠ્યા છે. આ હટકે ડિશને વેન્ડરે નામ આપ્યું છે - `જન્નત મિર્ચી આઇસ્ક્રીમ રોલ` (Jhannat Mirchi Ice Cream Roll). ખાવાની સાથે આવું આળવીતરું એક્સપરિમેન્ટ જોઇને તમારું મગજ પણ હલબલી જશે. તો જાણો આ તીખી-મીઠી આઇસ્ક્રીમની રેસિપી.

Social Media પર વાયરલ થઈ આઇસ્ક્રીમ
`જન્નત મિર્ચી આઇસ્ક્રીમ રોલ` (Jhannat Mirchi Ice Cream Roll) બનાવવા માટે પહેલા દુકાનદારે તીખા મરચાના નાના-નાના ટુકડા કર્યા. આ ટુકડા પર તે ન્યૂટ્રેલા નાખે છે, પછી ક્રીમ મિલ્ક નાખીને બધું એક સાથે ક્રશ કરી દે છે. ફ્રીઝર પર આઇસ્ક્રીમને સરસ રીતે બીટ કરી દુકાનદાર તેને યોગ્ય રીતે સ્પ્રેડ કરે છે અને પછી તેને કાપીને નાના-નાના રોલ બનાવે છે. આ રીતે લીલા મરચાની આઇસ્ક્રીમ તૈયાર કર્યા પછી તે આ રોલ પર અમુક સીરપ નાખ્યા પછી મરચાંની ટૉપિંગ્સ સાથે જ સર્વ પણ કરે છે.

દંગ રહી ગયા યૂઝર્સ પણ
આઇસ્ક્રીમ રોલના વીડિયો YouTube પર Spoons of Indore નામના ચેનલ પરથી શૅર કરવામાં આવ્યો છે. અત્યાર સુધી આ વીડિયોને લગભગ 4 લાખ વ્યૂોઝ મળી ચૂક્યા છે. જેણે પણ આ વીડિયો જોયો છે, તે રસપ્રદ પ્રતિક્રિયા આપી રહે છે. આઇસ્ક્રીમ રોલ ટેસ્ટ કર્યા વગર જ લોકોનું મન ભરાઇ જાય છે. એક યૂઝરે કોમેન્ટ કરતા લખ્યું -  બસ મરચા સાથે આ જ થવાનું બાકી રહી ગયું હતું. કેટલાક લોકોએ એ પણ કહ્યું કે હવે ફૂડ અબ્યૂઝ કન્ટ્રોલ બ્યૂરો બની જવું જોઈએ, જેથી લોકો ખોરાક સાથે આવા આળવીતરા પ્રયોગો ન કરે.

07 December, 2021 07:59 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

અન્ય લેખો

ચિત્ર-વિચિત્ર

મહિલાના એકસાથે ત્રણ બાળકોને જન્મ આપતાં પહેલા અને બાદના ફોટો જોઈને લોકો અવાક્

પ્રસૂતિ બાદના પોતાના પેટના ફોટો પણ તેણે શૅર કર્યા હતા, જેને પણ ૪૦,૦૦૦થી વધુ લાઇક મળી હતી. મિશેલાએ ડિલિવરી દરમ્યાન એની કાળજી લેનાર મેડિકલ સ્ટાફની પણ પ્રશંસા કરી હતી.

28 January, 2022 11:15 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ચિત્ર-વિચિત્ર

આ સૅન્ડવિચ-શૂઝની કિંમત છે ૮૫૦૦ રૂપિયા

કેટલાક લોકો સ્નિકર્સને અત્યારની ફૅશન ઍક્સસરીઝ ગણાવી રહ્યા છે ત્યારે બીજા કેટલાક લોકો કહે છે કે મોટા ભાગના ક્લોથ્સની સાથે આ શૂઝ મૅચ નહીં થાય.

28 January, 2022 11:11 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ચિત્ર-વિચિત્ર

લકવાગ્રસ્ત પેશન્ટને કસરત માટે ઉત્સાહિત કરવા નર્સ કરે છે ડાન્સ

પેશન્ટ સાજો થઈ જાય છે ત્યારે તમામ ડૉક્ટરોનો આભાર માને છે, પરંતુ પ્રેમપૂર્વક તેની સારવાર કરનાર નર્સો તેમ જ મેડિકલ સ્ટાફ માટે આભાર બહુ નાનો શબ્દ હોય છે. 

28 January, 2022 11:07 IST | Mumbai | Gujarati Mid-day Correspondent

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK