જો ઇન્ટેલિજન્ટ હશો તો ખબર પડી જશે કે આ બાઇકનો નંબર છે ૯૩૩૫. એક જણે મસ્ત કમેન્ટ કરી છે કે ટ્રાફિક-પોલીસને પણ આ નંબર સમજવામાં બહુ મુશ્કેલી પડશે.
બાઇકની નંબરપ્લેટ
સોશ્યલ મીડિયા પર એક બાઇકની નંબરપ્લેટ વાઇરલ થઈ છે. જોકે એમાં નંબર લખ્યો જ નથી. બાઇકની નંબરપ્લેટમાં જાતજાતની ક્રીએટિવિટી તમે જોઈ હશે. કોઈક નંબર દ્વારા ચોક્કસ શબ્દો રચાતા હોય એવી ડિઝાઇન યુઝ કરે છે, તો કોઈક હિન્દી-અંગ્રેજી અને રોમન આંકડાઓનું મિશ્રણ વાપરે છે. જોકે એક બાઇકરે તો નંબરપ્લેટમાં કોઈ પ્રકારના આંકડા વાપર્યા નથી, પણ એને બદલે ઘડિયાળ વાપરી છે. ચાર આંકડા દર્શાવવા માટે ચાર નાની ઘડિયાળ લગાવી છે. એમાં કેટલા વાગ્યા છે એ નક્કી કરો એટલે એ ફિગર થઈ જાય. જો ઇન્ટેલિજન્ટ હશો તો ખબર પડી જશે કે આ બાઇકનો નંબર છે ૯૩૩૫. એક જણે મસ્ત કમેન્ટ કરી છે કે ટ્રાફિક-પોલીસને પણ આ નંબર સમજવામાં બહુ મુશ્કેલી પડશે.

