° °

આજનું ઇ-પેપર
Monday, 26 September, 2022


રિવર્સમાં સ્પીડથી ગાડી ચલાવી બનાવ્યો વિશ્વ રેકૉર્ડ

22 September, 2022 10:49 AM IST | Bowling Green
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

બર્નરે મૅન્યુઅલ ટ્રાન્સમિશન સાથે સી-૭ શેવરોલે કૉર્વેટ સ્ટિંગ્રે ચલાવ્યું હતું.

રિવર્સમાં સ્પીડથી ગાડી ચલાવી બનાવ્યો વિશ્વ રેકૉર્ડ Offbeat

રિવર્સમાં સ્પીડથી ગાડી ચલાવી બનાવ્યો વિશ્વ રેકૉર્ડ

અમેરિકાના કેન્ટુકીમાં સ્થિત બોલિંગ ગ્રીન શહેરમાં આવેલા નૅશનલ કૉર્વેટ મ્યુઝિયમને સંલગ્ન એનસીએમ મોટરસ્પોર્ટ્સ પાર્કના રેસટ્રૅક પર સ્કૉટ બર્નરે એક કલાક ૧૫ મિનિટ અને ૧૮ સેકન્ડ સુધી ૫૨.૧ માઇલ પ્રતિ કલાકની ઝડપથી રિવર્સમાં કાર ડ્રાઇવ કરીને રેકૉર્ડ કાયમ કર્યો છે. બર્નરે મૅન્યુઅલ ટ્રાન્સમિશન સાથે સી-૭ શેવરોલે કૉર્વેટ સ્ટિંગ્રે ચલાવ્યું હતું. કારની રિવર્સ ગતિ નિયંત્રિત ન હોવાથી તેણે મૅન્યુઅલનો ઉપયોગ કર્યો હતો. આ જ કાર તેણે ગયા નવેમ્બરમાં જાહેર રસ્તા પર ૫૪ માઇલ પ્રતિ કિલોમીટરની ઝડપે રિવર્સમાં ચલાવી હતી. સ્કૉટ બર્નર ‘ઑલ્વેઝ ઇન રિવર્સ’ નામની પોતાની યુટ્યુબ ચૅનલ ચલાવે છે, જેમાં  તે વિવિધ કાર કેટલી ઝડપે રિવર્સમાં ચલાવી શકે છે એના વિડિયો પોસ્ટ કરે છે. ગિનેસ વર્લ્ડ રેકૉર્ડ્સની વેબસાઇટ પર રેકૉર્ડ કાયમ કરવાની એન્ટ્રી ચકાસતાં તે સહેલાઈથી રેકૉર્ડ કાયમ કરી શકે એમ હોવાનું ધ્યાન પર આવતાં તેણે રેકૉર્ડ સ્થાપિત કરવાનો નિર્ણય લીધો હતો. સ્કૉટ બર્નરની યુટ્યુબ ચૅનલના એક વિડિયોમાં જોવા મળ્યું હતું કે, તેણે કિયા સોરેન્ટોમાં ૫૬ માઇલ પ્રતિ કલાકની ઝડપે રિવર્સમાં કાર ચલાવી હતી.

22 September, 2022 10:49 AM IST | Bowling Green | Gujarati Mid-day Correspondent

અન્ય લેખો

ચિત્ર-વિચિત્ર

સૌથી ઝડપથી મોજાં પહેરવાનો રેકૉર્ડ બનાવ્યો આ ટીનેજરે

ભારતના આરીફ ઇબ્ન અબ્દુલ હાલીમે મે મહિનામાં પગમાં ૧૯ મોજાં પહેરવાનો રેકૉર્ડ બનાવ્યો હતો

26 September, 2022 11:53 IST | Calgary | Gujarati Mid-day Correspondent
ચિત્ર-વિચિત્ર

સક્રિય જ્વાળામુખી પર દોરડું બાંધી ખુલ્લા પગે ચાલીને બનાવ્યો રેકૉર્ડ

આ જોડીએ આ સાહસ માટે વનુઆતુમાં આવેલા માઉન્ટ યાસુર પર્વત પર ૪૨ મીટરની ઊંચાઈ પર આ દોરી બાંધી હતી

26 September, 2022 11:48 IST | Tanna island | Gujarati Mid-day Correspondent
ચિત્ર-વિચિત્ર

મહિલાના બાથરૂમમાં અચાનક વહેવા લાગ્યું લોહી, હવે સીક્રેટ ઉકેલાયું

તેણે સમગ્ર ઘટનાનો વિડિયો બનાવ્યો હતો જેને ૭૦ લાખથી વધુ લોકોએ જોયો છે.

26 September, 2022 11:44 IST | Washington | Gujarati Mid-day Correspondent

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK