° °

આજનું ઇ-પેપર
Saturday, 03 December, 2022


ઘરમાં ઘૂસેલો ચોર બાથટબમાં નાહ્યો, બેડરૂમમાં સૂતો અને કૉફી પણ બનાવી

22 November, 2022 11:12 AM IST | Tallahassee
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

૨૯ વર્ષનો ઝાચેરી સેઠ મર્ડોક નામનો આ ચોર ઘરના આગળના દરવાજાનો કાચ તોડીને અંદર પ્રવેશ્યો હતો

ઝાચેરી સેઠ મર્ડોક

ઝાચેરી સેઠ મર્ડોક

અમેરિકાના ફ્લૉરિડા સ્ટેટમાં આવેલી એસ્કેમ્બિયા કાઉન્ટીમાં એક વિચિત્ર પ્રકારનો ચોર પોલીસના હાથે ઝડપાયો હતો. ૨૯ વર્ષનો ઝાચેરી સેઠ મર્ડોક નામનો આ ચોર ઘરના આગળના દરવાજાનો કાચ તોડીને અંદર પ્રવેશ્યો હતો. ઘરમાંથી કોઈ કીમતી વસ્તુઓ ચોરવાને બદલે પહેલાં તેણે બાથટબમાં સ્નાન કર્યું, ત્યાર બાદ તે બેડરૂમમાં સૂઈ ગયો. સવારે ઊઠીને તેણે પોતાને માટે કૉફી પણ બનાવી. સ્થાનિક પોલીસ અધિકારીએ જણાવ્યા પ્રમાણે એ દિવસે આ વિસ્તારમાં ઘરફોડની બે ઘટના બની હતી. બન્નેમાં આ એક જ આરોપી હોવાની પોલીસને આશંકા છે. તે કોઈ રીઢો ગુનેગાર નથી, પરંતુ ખોટી રીતે ઘરમાં ઘૂસ્યો છે. કિચનમાં મૂકેલા કચરાના ડબ્બામાં તેણે પોતાની બસ-ટિકિટ પણ નાખી દીધી હતી. આ ઘટનાની સાક્ષી પાડોશી મહિલાએ પોલીસને જણાવ્યું હતું કે તેણે માથા પર બેઝબૉલ કૅપ પહેરી હતી અને કાળાં શર્ટ-પૅન્ટ પહેર્યાં હતાં. જ્યારે તેણે ઘરની બારીના હૅન્ડલને ખેંચવાનો પ્રયાસ કર્યો હતો ત્યારે તેને એના વિશે પૂછપરછ કરતાં ચોરે કહ્યું કે હું ટોનીને શોધી રહ્યો છું. પોલીસ આવે એ પહેલાં તે ઘરમાંથી જતો રહ્યો હતો. થોડા સમય બાદ પોલીસે મર્ડોકની ધરપકડ કરી હતી. તેના પર ઘરફોડી તેમ જ મિલકતને નુકસાન પહોંચાડવાનો આરોપ મૂકવામાં આવ્યો છે.  

22 November, 2022 11:12 AM IST | Tallahassee | Gujarati Mid-day Correspondent

અન્ય લેખો

ચિત્ર-વિચિત્ર

કલાકારે ફેસમાસ્ક પર નેમારનું પોર્ટ્રેટ તૈયાર કર્યું

આ કલાકારે ક્રિસ્ટિયાનો રોનાલ્ડો, લિયોનેલ મેસી, કૉનોર મૅકગ્રેગર, માઇકલ જૅક્સન અને અભિનેતા સિલિયન મર્ફી જેવી અનેક હસ્તીઓનાં પોર્ટ્રેટ તૈયાર કર્યાં છે. 

02 December, 2022 11:52 IST | London | Gujarati Mid-day Correspondent
ચિત્ર-વિચિત્ર

એક ઘર બગાડે છે બ્રિટનની સૌથી વધુ ઉત્સવઘેલી શેરીની રોનક

૬ વર્ષ પહેલાં કૅડબરીની ક્રિસમસની જાહેરાતમાં આ શેરી દર્શાવાઈ હતી

02 December, 2022 11:47 IST | New Milton | Gujarati Mid-day Correspondent
ચિત્ર-વિચિત્ર

ક્રિસમસની ઉજવણીના વિવિધ રંગ

ક્રિસમસને સમગ્ર દક્ષિણ કોરિયામાં ભવ્ય રીતે સેલિબ્રેટ કરવામાં આવે છે

02 December, 2022 11:42 IST | New York | Gujarati Mid-day Correspondent

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK