Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > ચિત્ર-વિચિત્ર > આર્ટિકલ્સ > ભોજનની કૅલરી જ નહીં, કાર્બન ફુટ પ્રિન્ટ વિશે પણ માહિતી આપશે આ રેસ્ટોરાં

ભોજનની કૅલરી જ નહીં, કાર્બન ફુટ પ્રિન્ટ વિશે પણ માહિતી આપશે આ રેસ્ટોરાં

12 August, 2022 09:47 AM IST | Bristol
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

મેનુમાં કાર્બન ફુટ પ્રિન્ટ આપવી એવું અભિયાન યુકેની ચૅરિટી સંસ્થા વિવા દ્વારા ચલાવવામાં આવી રહ્યું છે જેને આ રેસ્ટોરાંએ સમર્થન કર્યું છે

પ્રતીકાત્મક તસવીર

Offbeat

પ્રતીકાત્મક તસવીર


કોઈ વસ્તુ આપણે ખાઈએ તો એના દ્વારા કેટલી કૅલરી આપણને મળશે એ જાણવા આપણે ઉત્સુક હોઈએ છીએ. ઘણી ખાદ્ય ચીજોના પૅકેટ પર પણ એ વિશેની માહિતી આપવામાં આવી છે, પરંતુ ​યુનાઇટેડ કિંગડમના બ્રિસ્ટલમાં આવેલી એક કૅન્ટીન રેસ્ટોરાંએ તેમને ત્યાં તૈયાર કરવામાં આવેલી વાનગીઓમાં રહેલી કૅલરી ઉપરાંત સમગ્ર પ્રક્રિયામાં કેટલો હાનિકારક કાર્બન ઉત્સર્જિત કરવામાં આવ્યો છે એની માહિતી આપવાનું શરૂ કર્યું છે. મેનુમાં કાર્બન ફુટ પ્રિન્ટ આપવી એવું અભિયાન યુકેની ચૅરિટી સંસ્થા વિવા દ્વારા ચલાવવામાં આવી રહ્યું છે જેને આ રેસ્ટોરાંએ સમર્થન કર્યું છે.


Whatsapp-channel Whatsapp-channel

12 August, 2022 09:47 AM IST | Bristol | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK