ટ્રાફિક હવાલદાર વાહનોનાં ટાયરમાં પંક્ચર ન પડે એ માટે ટ્રાફિકની લાઇટ લાલ થાય એટલે રસ્તા પરના નાના પથ્થર અને કાંકરાને ઝાડુ વડે દૂર કરે છે

તસવીર સૌજન્ય : સોશ્યલ મીડિયા
તાજેતરમાં સોશ્યલ મીડિયા પ્લૅટફૉર્મ પર એક વિડિયો વાઇરલ થયો છે, જેણે નેટિઝન્સનાં દિલ જીતી લીધાં છે. વિડિયોમાં જોવા મળતો ટ્રાફિક હવાલદાર વાહનોનાં ટાયરમાં પંક્ચર ન પડે એ માટે ટ્રાફિકની લાઇટ લાલ થાય એટલે રસ્તા પરના નાના પથ્થર અને કાંકરાને ઝાડુ વડે દૂર કરી રહ્યો છે. એની પાછળ ગુલાબી શર્ટ પહેરેલો એક વ્યક્તિ સિગ્નલ ગ્રીન થાય એટલે વાહનચાલકોને ધીમી ગતિએ રસ્તાની સાઇડમાંથી પસાર થવાની સૂચના આપી રહેલો જણાય છે, જેથી હવાલદાર પોતાનું કામ કરી શકે. આ વિડિયો છત્તીસગઢ કૅડરના આઇએએસ ઑફિસર અવિનાશ શરને ટ્વિટર પર શૅર કર્યો છે.