Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > ચિત્ર-વિચિત્ર > આર્ટિકલ્સ > નગરની વસ્તી માંડ બે જણની અને કહેવાય છે વિશ્વનું કેન્દ્રસ્થાન

નગરની વસ્તી માંડ બે જણની અને કહેવાય છે વિશ્વનું કેન્દ્રસ્થાન

22 June, 2021 11:59 AM IST | California
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

ઇસ્ટેલે આ નગરનું નામ પત્ની ફેલિસિયા પરથી પાડ્યું છે

ફલિસિટી

ફલિસિટી


અમેરિકાના કૅલિફૉર્નિયા સ્ટેટમાં ફલિસિટી નામનું નગર છે. આ નગરની ત્રણ સૌથી મોટી વિશેષતા છે. એક, એમાં માત્ર બે જણ રહે છે. હા, નગરમાં વસ્તીગણતરી જેવું કંઈ હોય જ નહીં, કારણ કે એમાં તેના સ્થાપક તથા મેયર જૅક-આન્દ્રે ઇસ્ટેલ અને તેમનાં પત્ની ફેલિસિયા સિવાય બીજું કોઈ નથી રહેતું. ઇસ્ટેલે આ નગરનું નામ પત્ની ફેલિસિયા પરથી પાડ્યું છે.



બીજું, ૧૯૪૦ના દાયકાના બીજા વિશ્વયુદ્ધ દરમ્યાન આ નગરનો ઉપયોગ અમેરિકી સૈનિકોની તાલીમ માટે થયો હતો. ત્રીજું, કૅલિફૉર્નિયાની કાઉન્ટી (સત્તાધીશો) અને ફ્રાન્સની સરકાર આ નગરને ‘વિશ્વનું કેન્દ્રસ્થાન’ ગણે છે. ફેલિસિટીનો વિસ્તાર ૨૬૦૦ એકર છે અને સમુદ્રની સપાટીથી એ ૨૮૫ ફુટ ઉપર છે. ઇસ્ટેલે ૧૯૫૦માં આ સ્થળે જમીન પાણીના ભાવે ખરીદી હતી અને પછી પોતાના પૅરૅશૂટના બિઝનેસને વેચીને છેક ૧૯૮૦ના દાયકામાં આ નગરનું ડેવલપમેન્ટ શરૂ કર્યું હતું. ૨૧ ફુટ ઊંચો પથ્થર, પિરામિડ અને મ્યુઝિયમ આ નગરનાં જોવાલાયક મુખ્ય સ્થળોમાં ગણાય છે. અહીં મહેમાનો અને પ્રવાસીઓને આવવા દેવાય છે, પરંતુ રહેવાસી તો માત્ર આ યુગલ (જૅક-આન્દ્રે ઇસ્ટેલ અને પત્ની ફેલિસિયા) જ છે.


Whatsapp-channel Whatsapp-channel

22 June, 2021 11:59 AM IST | California | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK