Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > ચિત્ર-વિચિત્ર > આર્ટિકલ્સ > તામિલનાડુની એક કિશોરીએ બનાવી સૌરઊર્જાથી ચાલતી ઇસ્ત્રી

તામિલનાડુની એક કિશોરીએ બનાવી સૌરઊર્જાથી ચાલતી ઇસ્ત્રી

15 October, 2021 10:43 AM IST | Tiruvannamalai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

વિનિશા ઉમાશંકરનું નામ આ વર્ષના અર્થશૉટ પ્રાઇઝ માટેના દાવેદારોમાં સામેલ થયું છે

વિનિશા ઉમાશંકર

વિનિશા ઉમાશંકર


તામિલનાડુની એક ટીનેજર–કિશોરી વિનિશા ઉમાશંકરનું નામ આ વર્ષના અર્થશૉટ પ્રાઇઝ માટેના દાવેદારોમાં સામેલ થયું છે. ૨૦૧૯માં કૅમ્બ્રિજના રાજવી પ્રિન્સ વિલિયમ્સ દ્વારા શરૂ કરાયેલું આ ઇનામ વૈશ્વિક પર્યાવરણને સુધારવા અને સ્વસ્થ કરવા માટે કામ કરી રહેલા લોકોને અપાય છે.

વિનિશાનું નામ આ સન્માનમાં ‘ક્લીન અવર ઍર’ નામના વિભાગ માટેની અંતિમ યાદીમાં પસંદ કરવામાં આવ્યું છે. ‘ક્લીન અવર ઍર’ કૅમ્પેન



દ્વારા લોકોને તેમની આસપાસના વાતાવરણને શુદ્ધ રાખવા પ્રેરણા આપવામાં આવે છે. સ્કૂલ જતી વખતે અનેક વાર વિનિશાની નજર કોલસાથી ચાલતી ઇસ્ત્રી પર પડતી. કોલસાનો આટલોબધો વપરાશ ખાળવા તેણે સોલરથી ચાલે એવું ઇસ્ત્રી-ગાડું ડિઝાઇન કર્યું અને એની ડિઝાઇન અમલમાં લાવવી સરળ હોવાથી એ વપરાશમાં પણ આવી ગઈ.


તામિલનાડુના તિરુવન્નામલાઈ વિસ્તારમાં રહેતી વિનિશા ઉમાશંકરને આ ડિઝાઇન માટે રાષ્ટ્રીય-આંતરરાષ્ટ્રીય સ્તરે અનેક ઇનામ અને સન્માન મળી ચૂક્યાં છે, એમાં સૌથી પ્રતિષ્ઠિત અવૉર્ડ માટે પણ હવે તેનું નામ નૉમિનેટ થયું છે.


Whatsapp-channel Whatsapp-channel

15 October, 2021 10:43 AM IST | Tiruvannamalai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK