મહિલા ઘોડાને ડાન્સનાં સ્ટેપ્સ શીખવી રહી છે. ઘોડો તેનું અનુકરણ કરીને ડાન્સનાં સ્ટેપ્સ ફૉલો કરી રહ્યો છે. આ વિડિયોના અંતમાં ઘોડાને મહિલા પાસેથી થોડી થપથપી સાથે પ્રેમ મળે છે. વિડિયો રશિયાના મૉસ્કોનો છે.
બોલો, આ બહેન ઘોડાને નાચતાં શીખવી રહ્યાં છે
પ્રાણીઓ નાના બાળક જેવાં હોય છે. તેમને પ્રેમથી જો કાંઈ શીખવવાની કોશિશ કરો તો એ શીખી શકે છે. હાલમાં સોશ્યલ મીડિયા પર એક ક્લિપ વાઇરલ થઈ છે, જેમાં એક મહિલા ઘોડાને ડાન્સનાં સ્ટેપ્સ શીખવી રહી છે.
વિડિયોની શરૂઆતમાં એક મહિલા ઘોડા સાથે જંગલમાં વૃક્ષોની વચ્ચે ઊભી છે. મહિલા ઘોડાને ડાન્સનાં સ્ટેપ્સ શીખવી રહી છે. ઘોડો તેનું અનુકરણ કરીને ડાન્સનાં સ્ટેપ્સ ફૉલો કરી રહ્યો છે. આ વિડિયોના અંતમાં ઘોડાને મહિલા પાસેથી થોડી થપથપી સાથે પ્રેમ મળે છે. વિડિયો રશિયાના મૉસ્કોનો છે.