નિવૃત્તિ સમયે પૂરતી રકમની બચત થઈ હોય એ જરૂરી છે
પ્રતીકાત્મક તસવીર
નિવૃત્તિ સમયે પૂરતી રકમની બચત થઈ હોય એ જરૂરી છે. એમાં પાછું જો કોઈને વહેલી નિવૃત્તિ લેવી હોય તો ઓછા સમયમાં વધુ બચત કરવાની આદત રાખવી પડે. તાજેતરમાં ‘ફાઇનૅન્શિયલ ઇન્ડિપેન્ડન્સ, રિટાયર અર્લી’નો ટ્રેન્ડ વધી રહ્યો છે, જેમાં તમારી વાર્ષિક આવકના ૭૦ ટકા રકમની બચત કરવી જોઈએ. આ ફન્ડા મુજબ એક જૅપનીઝ ભાઈએ ૨૧ વર્ષ જૉબ કરીને ૧૦૦ મિલ્યન યેન એટલે કે લગભગ પાંચ કરોડ રૂપિયા જેટલી રકમ એકઠી કરી શકાય એ માટે મૅક્સિમમ બચત કરવાનો ટાર્ગેટ રાખ્યો હતો. ૪૫ વર્ષના આ ભાઈએ બચત કરવા માટે આટલાં વર્ષો માત્ર ભાત, નમકવાળાં શાકભાજી અને ખાટાં પ્લમનું અથાણું જેવી સાદી ખાણીપીણી રાખી હતી અને જૉબમાં પણ બને એટલા વધુ કલાકો કામ કરીને ઓવરટાઇમ કમાણી કરી હતી. તાજેતરમાં આ ભાઈએ પોતાનો ટાર્ગેટ ૨૦ વર્ષ, દસ મહિનામાં પૂરો કરી દીધો હતો અને ૧૩૫ મિલ્યન યેન એટલે કે લગભગ સાત કરોડ રૂપિયાની બચત કરી લીધી છે. આ સાથે તેણે એક બુક પણ લખી છે કે પૈસા કઈ રીતે બચાવી શકાય.

