° °

આજનું ઇ-પેપર
Friday, 09 December, 2022


આ અમેરિકન ટીનેજર બે ચહેરા સાથે જન્મ્યો

01 October, 2022 11:59 AM IST | Missouri
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

ટ્રેસનો જન્મ થયો ત્યારે તેનાં બે અલગ નસકોરાં અને માથાનો આકાર પણ વિચિત્ર હતો

ટ્રેસ જૉનસન Offbeat

ટ્રેસ જૉનસન

શારીરિક ખોડખાંપણ સાથે જન્મેલાં બાળકોનો ઉછેર કેટલો પડકાજરજનક હોય છે એ વાત તેમના પેરન્ટ્સ જ જાણતા હોય છે. અમેરિકાના મિઝોરી રાજ્યમાં ટ્રેસ જૉનસન નામનો ટીનેજર બે ચહેરા સાથે જન્મ્યો છે. આવી જનીનને કારણે ઉદ્ભવતી સમસ્યા વિશ્વમાં ૩૬ લોકોને હોય છે, જે સોનિક ધ હેજહોગ જનીનને કારણે થાય છે અને એ માનવ ખોપરીના વિકાસને વિકૃત કરે છે. આવા લોકો માત્ર ૧૦ વર્ષ જેટલું જ જીવે છે. ડૉક્ટરોની આ વાતને ખોટી પાડી ટ્રેસના પેરન્ટ્સે ૧૮મા જન્મદિનની ઉજવણી કરી છે. ટ્રેસનો જન્મ થયો ત્યારે તેનાં બે અલગ નસકોરાં અને માથાનો આકાર પણ વિચિત્ર હતો. ટ્રેસની મમ્મી બ્રૅન્ડીએ કહ્યું કે ‘જ્યારે તેનો જન્મ થયો ત્યારે મોઢા નજીક એટલી મોટી ફાટ હતી કે ગળાની અંદરનો ભાગ પણ દેખાતો હતો. તેની એક આંખ બહાર નીકળી રહી હોય એવું લાગતું હતું અને બીજી અંદર ખેંચાઈ ગઈ હતી. તેની બે આંખો વચ્ચે વધુ અંતર છે. દવાને કારણે તેની પરિસ્થિતિમાં ઘણો સુધારો થયો છે. તેની આ ફાટને બંધ કરવા તેમ જ તેની ખોપરીને ફરીથી આકાર આપવા માટેનું ઑપરેશન કરાવ્યું છે. જો મારા પતિએ લડત ન આપી હોત તો ડૉક્ટરો ટ્રેસને જીવતો રાખવા માટેના વધુ પ્રયત્ન ન કરત. મારા માટે મારો દીકરો જીવે છે એ વધુ મહત્ત્વનું છે.’ બ્રેન્ડીના મતે ગાંજાના તેલનો ઉપયોગ ટ્રેસ માટે ચમત્કાર સાબિત થયો હતો, જેને કારણે તેના સ્વાસ્થ્યમાં ઘણો ફરક પડ્યો હતો. એક વ્યક્તિએ સામાન્ય દેખાય એ માટે સર્જરીની વાત કરી છે, પરંતુ તેના પેરન્ટ્સને તે કેવો દેખાય છે એના કરતાં તે જીવે છે અને આરામદાયક પરિસ્થિતિમાં હોય એ વાત મહત્ત્વની છે.

01 October, 2022 11:59 AM IST | Missouri | Gujarati Mid-day Correspondent

અન્ય લેખો

ચિત્ર-વિચિત્ર

આ છે ગુજરાતની `છોટી આલિયા`, કેસરિયા પર ડાન્સ વીડિયોએ મચાવી ધમાલ, જુઓ ઢાંસુ ડાન્સ

છોટી આલિયા (Chhoti Alia Bhatt) તરીકે સોશિયલ મીડિયામાં છવાયેલી બેબી ગર્લ વ્યોમી રાદડિયા (Vyomi Radadia)છે. જે 9 વર્ષની છે અને મુળ રાજકોટ શહેરની છે.

09 December, 2022 07:12 IST | Rajkot | Nirali Kalani
ચિત્ર-વિચિત્ર

પબ્લિક ટૉઇલેટને કૉફી-શૉપમાં કન્વર્ટ કર્યું

‘ધ અટેન્ડન્ટ’ તરીકે ઓળખાતું ૩૯૦ ચોરસ ફુટનું આ ફિટ્ઝરોવિયા સેન્ટ્રલ લંડનના રહેવાસીઓમાં લોકપ્રિય છે

09 December, 2022 11:11 IST | London | Gujarati Mid-day Correspondent
ચિત્ર-વિચિત્ર

વિશ્વના સૌથી ઊંચા માણસ રૉબર્ટ વાડલોનો ફોટો વાઇરલ

ગિનેસ વર્લ્ડ રેકૉર્ડ‍્સે પણ આ ફોટોને રીટ્વીટ કરી લખ્યું છે કે ‘વિશ્વની અત્યાર સુધી સૌથી ઊંચું કદ ધરાવતી વ્યક્તિનો અદ્ભુત ફોટો`

09 December, 2022 11:09 IST | Washington | Gujarati Mid-day Correspondent

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK