° °

આજનું ઇ-પેપર
Thursday, 19 May, 2022


આ છે રહેવા માટે દુનિયાનાં શ્રેષ્ઠ સ્થળો

11 May, 2022 08:59 AM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

ગુજરાતીઓને દુનિયાભરમાં શ્રેષ્ઠ સ્થળોની મુલાકાત લેવાનો શોખ હોય છે.

ટ્રિપઍડ્વાઇઝર અનુસાર પાણી પર તરતી દુનિયાની બીજા નંબરની બેસ્ટ હોટેલ મૉલદીવ્ઝની આ સિક્સ સેન્સીસ લામુ છે.

ટ્રિપઍડ્વાઇઝર અનુસાર પાણી પર તરતી દુનિયાની બીજા નંબરની બેસ્ટ હોટેલ મૉલદીવ્ઝની આ સિક્સ સેન્સીસ લામુ છે.

ગુજરાતીઓને દુનિયાભરમાં શ્રેષ્ઠ સ્થળોની મુલાકાત લેવાનો શોખ હોય છે. અહીં અમેરિકન ઑનલાઇન ટ્રાવેલ કંપની ટ્રિપઍડ્વાઇઝર દ્વારા જાહેર કરવામાં આવેલા ટ્રાવેલર્સ ચૉઇસ બેસ્ટ ઑફ ધ બેસ્ટ અવૉર્ડ્સ ફૉર હોટેલ્સના વિનર્સ પર એક નજર કરીએ. આ લિસ્ટમાં યુકેના સ્કૅરબરોની બી-બી ટલ્સન કોર્ટને દુનિયાની નંબર-વન હોટેલ જાહેર કરવામાં આવી છે. આ હોટેલે આ ટ્રિપઍડ્વાઇઝર પર ૧૭૦૦થી વધુ ‘એક્સલન્ટ’ રિવ્યુઝ મેળવ્યા છે.
બ્રાઝિલની હોટેલ વલ્લે ડિઇનકેન્ટોને દુનિયાની સૌથી રોમૅન્ટિક હોટેલ જાહેર કરવામાં આવી છે. આ લિસ્ટમાં ન્યુ યૉર્કની ધ માર્ક હોટેલ પણ છે, જેને અમેરિકાની ટૉપ હોટેલ ગણાવાઈ છે. ગ્લોબલ ‘ટૉપ હોટેલ’ કૅટેગરીમાં રનર-અપ બ્રાઝિલની હોટેલ કૉલિને ડે ફ્રાન્સ છે, જ્યારે ગ્રીસની ઇકોઝ એરિયા ત્રીજા સ્થાને છે.


‘સૌથી રોમૅન્ટિક હોટેલ્સ’ના ટૉપ ફાઇવ રૅન્કિંગ્સમાં હોટેલ વલ્લે ડિઇનકેન્ટો સાથે કોસ્ટારિકાની રેન્ચો પૅસિફિકો, ઑસ્ટ્રિલયાની ધ ફૉલ્સ મૉન્ટવિલે, પોર્ટુગલની ક્વિન્ટા જાર્ડિન્સ ડો લેગો અને કૅરિબિયનની બકુટી તારા બીચ રિસૉર્ટ અરુબાનો સમાવેશ છે.
‘ઑલ-ઇન્ક્લુઝિવ રિસૉર્ટ્સ’ કૅટેગરીમાં ઇકોઝ એરિયાએ ૧૩૦૦થી વધુ ‘એક્સલન્ટ’ રેટિંગ્સ મેળવ્યું છે, જેના પછી બેલિઝની કોકો પ્લમ આઇલૅન્ડ રિસૉર્ટ અને તાસ્માનિયાની સેફિરે ફ્રેયસિનેટનું સ્થાન છે.  આ અવૉર્ડ્સમાં ‘હોટેલ્સ ઑન ધ વૉટર’, ‘માઉન્ટેન લૉજીઝ-રિસૉર્ટ્સ’ તેમ જ ‘આઉટ ઑફ ધ ઑર્ડિનરી હોટેલ્સ’ જેવી કૅટેગરીઝ પણ હતી.

11 May, 2022 08:59 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

અન્ય લેખો

ચિત્ર-વિચિત્ર

૧૧૧ ટી-શર્ટ પહેરીને હાફ મૅરથૉનમાં દોડ્યા આ ભાઈ

આ પહેલાં બ્રિટિશ રનર ડેવિડ સ્મિથે ૮૨ ટીશર્ટ પહેરીને હાફ મૅરથૉનમાં દોડવાનો રેકૉર્ડ નવેમ્બર ૨૦૨૧માં બનાવ્યો હતો.

18 May, 2022 11:15 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ચિત્ર-વિચિત્ર

અંતિમવિધિમાં રડવાને બદલે અહીં નાચગાના

અહીં લોકો બ્લૅક કપડાં પહેરીને આવ્યા હતા અને મોટે-મોટેથી મ્યુઝિક વગાડીને નાચતા હતા. તેમના વિડિયો અને ફોટોગ્રાફ્સ સોશ્યલ મીડિયા પર વાઇરલ થઈ રહ્યા છે.

18 May, 2022 10:45 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ચિત્ર-વિચિત્ર

જગલિંગ કરવાની સાથે ત્રણ પઝલ ક્યુબ સૉલ્વ કરવાનો રેકૉર્ડ

આ પહેલાં મે ૨૦૨૧માં તેનો ૪ મિનિટ બાવન સેકન્ડનો રેકૉર્ડ બન્યો હતો. અલ્વારાડોએ તેના પહેલા રેકૉર્ડ માટે બે વર્ષ સુધી તૈયારી કરી હતી.

18 May, 2022 10:42 IST | Mumbai | Gujarati Mid-day Correspondent

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK