પોલીસે ઉતાવળે કરેલી ફેરબદલમાં ભંગારમાંથી લવાયેલી સ્કૉર્પિયોમાં પકડાયેલા વાહનની નંબર-પ્લેટ યોગ્ય રીતે બદલી ન હોવાનું જોવા મળ્યું હતું
અજબગજબ
કારની પ્રતીકાત્મક તસવીર
બિહારમાં નશાબંધી લાગુ કરવામાં આવી એ પછી ત્યાં બૂટલેગરો અને પોલીસ વચ્ચેની દોસ્તી વધી ગયાના કિસ્સા પણ વધી ગયા છે. સોનબરસા પોલીસ સ્ટેશનની જ વાત કરીએ તો સીતામઢીમાં પોલીસે સવારે બૂટલેગરની દારૂ ભરેલી સ્કૉર્પિયો પકડી પાડી હતી. ગાડી પકડાઈ ત્યારે એકદમ નવીનક્કોર હતી પરંતુ સાંજે જ્યારે જપ્ત કરાયેલા દારૂની ગણતરી કરવાની હતી ત્યારે સ્કૉર્પિયો જૂની થઈ ગઈ હતી. પોલીસે ફોટોગ્રાફી કરી હોવાથી આ કૌભાંડ બહાર આવ્યું હતું. પોલીસે ઉતાવળે કરેલી ફેરબદલમાં ભંગારમાંથી લવાયેલી સ્કૉર્પિયોમાં પકડાયેલા વાહનની નંબર-પ્લેટ યોગ્ય રીતે બદલી ન હોવાનું જોવા મળ્યું હતું. SP મનોજ કુમાર તિવારીએ તપાસના આદેશો આપ્યા છે અને રાબેતા મુજબ પોલીસ-સ્ટેશન ઇન્ચાર્જ મનીષ કુમારને સસ્પેન્ડ કર્યા છે.