Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > ચિત્ર-વિચિત્ર > આર્ટિકલ્સ > પેટ્રોલના ભાવવધારાનો વિરોધ કરવા વરરાજાએ સાઇકલ પર કાઢ્યો વરઘોડો

પેટ્રોલના ભાવવધારાનો વિરોધ કરવા વરરાજાએ સાઇકલ પર કાઢ્યો વરઘોડો

24 May, 2022 12:57 PM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

ઓડિશાના ભુવનેશ્વરના વરરાજા સુભ્રાંશુ સામલ ફ્યુઅલની કિંમતોમાં ઝિંકાઈ રહેલા આડેધડ ભાવવધારા સામે ગયા બુધવારે પ્રતીકાત્મક વિરોધ પ્રદર્શિત કરવા સાઇકલ પર બેસીને વરઘોડો કાઢીને મંડપમાં પહોંચ્યા હતા.

પેટ્રોલના ભાવવધારાનો વિરોધ કરવા વરરાજાએ સાઇકલ પર કાઢ્યો વરઘોડો

પેટ્રોલના ભાવવધારાનો વિરોધ કરવા વરરાજાએ સાઇકલ પર કાઢ્યો વરઘોડો


ઓડિશાના ભુવનેશ્વરના વરરાજા સુભ્રાંશુ સામલ ફ્યુઅલની કિંમતોમાં ઝિંકાઈ રહેલા આડેધડ ભાવવધારા સામે ગયા બુધવારે પ્રતીકાત્મક વિરોધ પ્રદર્શિત કરવા સાઇકલ પર બેસીને વરઘોડો કાઢીને મંડપમાં પહોંચ્યા હતા. લગ્નના મંડપમાં પહોંચવા માટે સાઇકલ પર બેસીને વરઘોડો કાઢનારા સુભ્રાંશુ સામલે સોશ્યલ મીડિયા પર લોકોનું ધ્યાન આકર્ષિત કર્યું હતું જ્યાં લોકોએ તેમના લગ્નના વરઘોડાને આદર્શ ગણાવ્યો હતો. 
પગથી માથા સુધી વરરાજાનાં ભારે વસ્ત્રોમાં સાઇકલ પર બેસીને સુભ્રાંશુએ લગભગ એક કિલોમીટર જેટલું અંતર કાપ્યું હતું. પોતાના આ વિરોધ-પ્રદર્શન દ્વારા તેમણે ફ્યુઅલની કિંમતોમાં થઈ રહેલા વધારા પ્રત્યે લોકોનો આક્રોશ વ્યક્ત કરવા ઉપરાંત પર્યાવરણને અનુકૂળ જીવનશૈલી અપનાવવાની આવશ્યકતા પ્રત્યે પણ લોકોનું ધ્યાન દોર્યું હતું. સુભ્રાંશુની આ પહેલને બિરદાવતાં આવતા-જતા લોકોએ પણ તેની સાથે સેલ્ફી લીધો હતો. સુભ્રાંશુનું માનવું છે કે રાજભવન નજીક વિરોધ-પ્રદર્શન કરવો રાજકારણીઓની પ્રચલિત રીત છે. હું કંઈક અનોખી રીતે વિરોધ-પ્રદર્શન કરવા માગતો હોવાથી આ રીત અપનાવી હતી, જે રાજકીય નેતાઓ તેમ જ કાયદાશાસ્ત્રીઓનું ધ્યાન આકર્ષિત કરવા માટે અત્યંત સરળ છે. જોકે કેન્દ્રએ એક્સાઇઝના દરોમાં અને રાજ્ય દ્વારા ટૅક્સમાં ઘટાડો કર્યા પછી રવિવારે પેટ્રોલની કિંમત ૧૦૨.૮૫ રૂપિયા ડીઝલ ૯૪.૮૬ રૂપિયા પ્રતિ લિટર થઈ હતી. 


Whatsapp-channel Whatsapp-channel

24 May, 2022 12:57 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK