° °

આજનું ઇ-પેપર
Wednesday, 01 February, 2023


રેમ્પ પર 5 મૉડલ બાદ કોયલે કર્યું રેમ્પવૉક... આ બિઝનેસમેને શૅર કર્યો વીડિયો

05 December, 2022 06:55 PM IST | Mumbai
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

આરપીજી ગ્રુપના ચેરમેન હર્ષ ગોયંકાનું નવું ટ્વીટ વાયરલ થઈ રહ્યું છે અને લોકો આને જોઈને રસપ્રદ કોમેન્ટ્સ પણ કરી રહ્યા છે. ટ્વિટર પર એક્ટિવ રહેનારા દિગ્ગજ ભારતીય ઉદ્યોગપતિના 1.7 મિલિયન ફૉલોઅર્સ છે.

પ્રતીકાત્મક તસવીર (સૌજન્ય : આઇસ્ટૉક)

પ્રતીકાત્મક તસવીર (સૌજન્ય : આઇસ્ટૉક)

Harsh Goenka Viral Tweet: આરપીજી ગ્રુપના ચેરમેન (Chairman of RPG Group) હર્ષ ગોયંકાનું (Harsh Goenka) નવું ટ્વીટ વાયરલ (Tweet Viral) થઈ રહ્યું છે અને લોકો આને જોઈને રસપ્રદ કોમેન્ટ્સ પણ કરી રહ્યા છે. ટ્વિટર પર એક્ટિવ રહેનારા દિગ્ગજ ભારતીય ઉદ્યોગપતિના 1.7 મિલિયન ફૉલોઅર્સ છે.

સિએટ ટાયર (Ceat Tyre) બનાવનારી કંપની આરપીજી ગ્રુપ (RPG Group)ના ચૅરમેન હર્ષ ગોયંકા (Harsh Goenka) સોશિયલ મીડિયા (Active on Social Media) પર ખાસ એક્ટિવ રહે છે. તે ઘણીવાર કેટલીક અનોખી વસ્તુઓ શૅર કરતા રહે છે, જે ઝડપથી વાયરલ થઈ જાય છે. આ વખતે તેમણે એક વીડિયો ક્લિપ (Video Tweet) શૅર કર્યું છે, જેમાં એક કોયલ બિલકુલ મૉડલ્સની જેમ કમર હલાવતી કૅટવૉક કરતી દેખાય છે. ખાસ વાત એ છે કે ગોયંકાએ લોકોને આનો એડ્રેસ જણાવતા, મળાવવાની જવાબદારી લીધી છે.

શું છે આ વીડિયો ક્લિપમાં?
હર્ષ ગોયંકા (Harsh Goenka)એ જે વીડિયો ક્લિપ ટ્વીટ કરી છે. તેમાં કેટલીક મૉડલ્સ રેમ્પ પર કૅટવૉક કરતી જોવા મળે છે. એક પછી એક પાંચ મૉડલ્સ આ વીડિયોમાં દેખાઈ રહી છે, પણ છઠ્ઠા નંબર પર અલગ જ અંદાજમાં ચાલતી એક કોયલ દેખાઈ રહી છે. આ કોયલ બરાબર તે જ રીતે બાઉન્ડ્રી બૉલ પર ચાલી રહી છે, જેમ કે રેમ્પ પર દેખાતી મૉડલ્સ. આ વીડિયો ક્લિપની સાથે હર્ષ ગોયંકાએ કૅપ્શન પણ ખૂબ જ રસપ્રદ આપ્યું છે.

આ પણ વાંચો : વન્ડરફુલ વાઇલ્ડલાઇફ, જુઓ તસવીરો

કોઈ મળવા માગે તો...
આરપીજી ગ્રુપ (RPG Group)ના ચેરમેન હર્ષ ગોયંકાએ વીડિયોના કૅપ્શનમાં લખ્યું, "આ ક્લિપમાં દેખાતી છઠ્ઠી મૉડલ અમારી બિલ્ડિંગના ટૉપ ફ્લોર પર રહે છે. જો તમારામાંથી કોઈપણ આને મળવા માગે છે... તો આનો પરિચય કરાવવામાં મને આનંદ થશે." તેમનું આ ટ્વીટ ઝડપથી વાયરલ થઈ રહ્યું છે અને યૂઝર્સ આના પર પોત-પોતાની પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે.

આ પણ વાંચો : પંજાબના ખેડૂતે પૅશનને આપી પાંખ

યૂઝર્સે જણાવી મળવાની ઈચ્છા
હર્ષ ગોયંકાના ટ્વીટ (Harsh Goenka Tweet) પર રિપ્લાય કરતા કેટલાક ટ્વિટર યૂઝર્સે આ મૉડલ કોયલને મળવાની ઇચ્છા જાહેર કરી. તો કેટલાકે બીજા જાનવરોના વીડિયો અપલોડ કર્યા. આમાંથી એક વીડિયોમાં બિલાડી રેલિંગ વચ્ચેથી નીકળતા અનોખા અંદાજમાં ચાલતી જોવા મળે છે. દિગ્ગજ ભારતીય ઉદ્યોગપતિના આ વીડિયોને અત્યાર સુધી 11,000થી વધારે લાઈક્સ મળી ચૂક્યા છે.

આ પણ વાંચો : કતારબંધ ઊભા રહેલા ફૂડ ડિલિવરી રોબોઝ ગ્રીન સિગ્નલ થાય બાદ જ રસ્તો ઓળંગે છે

એક અન્ય ટ્વીટ પણ ચર્ચામાં
કૅટવૉક કરતી કોયલ સિવાય પોતાના એકબીજા ટ્વીટમાં હર્ષ ગોયંકાએ મોટી વાત કરી છે. તેમણે પોતાની પોસ્ટમાં કોઈપણ તસવીર કે વીડિયો માટે માત્ર કૅપ્શન લખ્યું છે. આમાં તેમણે લોકોને સલાહ આપતા કહ્યું કે, "તમે જેના પર વિશ્વાસ કરો છો, તેનાથી પણ સાવધાન રહો, કારણકે મીઠું અને સાકર એક જેવા દેખાય છે!" જો કે, તેમણે આવું શામાટે કહ્યું... શું આ માત્ર એક સલાહ છે કે પછી તેમણે આવું કંઈક ફેસ કર્યું છે? કહી ન શકાય.

05 December, 2022 06:55 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

અન્ય લેખો

ચિત્ર-વિચિત્ર

ઇન્ડિગોએ પૌંઆને ફ્રેશ સૅલડ ગણાવ્યા

ટ્વિટર-યુઝર્સે સૅલડના ઇન્ડિગોના આ વર્ઝનની મજાક ઉડાડી છે.

01 February, 2023 12:09 IST | New Delhi | Gujarati Mid-day Correspondent
ચિત્ર-વિચિત્ર

વૃક્ષના થડમાંથી બનાવી દીધું વેહિકલ

જોવામાં તો એ સિમ્પલ ટ્રાઇસિકલ લાગે છે, પણ એ બૅટરીથી ચાલતું હોય એમ જણાય છે

01 February, 2023 12:04 IST | Washington | Gujarati Mid-day Correspondent
ચિત્ર-વિચિત્ર

આ સ્માર્ટવૉચને ખવડાવો તો જ સરખી રીતે કામ કરે

૧૯૯૦ના દાયકામાં આંતરરાષ્ટ્રીય ઘટના બની ગયેલા જપાનના રમકડા તામાગોચીથી પ્રેરિત શિકાગો યુનિવર્સિટીના વૈજ્ઞાનિકોએ એક અનોખી સ્માર્ટવૉચ બનાવી છે

01 February, 2023 12:00 IST | Chicago | Gujarati Mid-day Correspondent

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK