Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > ચિત્ર-વિચિત્ર > આર્ટિકલ્સ > ચતુર બિલાડી એના માલિકને જોઈને સિક્કાની ચાલાકી કરતાં શીખી ગઈ

ચતુર બિલાડી એના માલિકને જોઈને સિક્કાની ચાલાકી કરતાં શીખી ગઈ

20 November, 2021 06:50 PM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

આ ટ્રિક બિલાડી ધ્યાનથી જોઈ રહી છે. થોડી વાર પછી બિલાડીનો માલિક બિલાડીના પગ પર સિક્કો મૂકે છે, જેને આબાદ રીતે ઉછાળીને બિલાડી પોતાના પગના પંજા નીચે છુપાવી દે છે. 

ચતુર બિલાડી એના માલિકને જોઈને સિક્કાની ચાલાકી કરતાં શીખી ગઈ

ચતુર બિલાડી એના માલિકને જોઈને સિક્કાની ચાલાકી કરતાં શીખી ગઈ


પ્રાણીઓને પાળવાનો શોખ ધરાવતા લોકો એક વાતનો સ્વીકાર જરૂર કરશે કે જો સરખામણી કરવામાં આવે તો ડૉગી કરતાં બિલાડીઓ વધુ ચપળ અને ચાલાક હોય છે, કોઈ પણ વાત ગ્રહણ કરવાની હોય તો એમાં બિલાડી ઘણી જલદી એ ગ્રહણ કરશે. હા, નખરાં જોવાં હોય તો એમાં ડૉગી મેદાન મારી જશે, કેમ કે શરારતમાં લીન રહેતી બિલાડીઓ નખરાં ઓછાં જ કરતી હોય છે. 
તાજેતરમાં સોશ્યલ મીડિયા પર એક વિડિયો વાઇરલ થયો છે, જેમાં એક બિલાડી એનો માલિક હવામાં સિક્કો ઉછાળીને પોતાના હાથ નીચે સંતાડી દે છે. આ ટ્રિક બિલાડી ધ્યાનથી જોઈ રહી છે. થોડી વાર પછી બિલાડીનો માલિક બિલાડીના પગ પર સિક્કો મૂકે છે, જેને આબાદ રીતે ઉછાળીને બિલાડી પોતાના પગના પંજા નીચે છુપાવી દે છે. 
આ વિડિયો પરથી જાણી શકાય છે કે બિલાડી એની સામે થતી હાથચાલાકી કે ટ્રિક્સને ખૂબ જલદી ગ્રહણ કરી શકે છે. 


Whatsapp-channel Whatsapp-channel

20 November, 2021 06:50 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK