° °

આજનું ઇ-પેપર
Saturday, 31 July, 2021


એક મંડપમાં બે બહેનો સાથે લગ્ન કર્યા આ ભાઈએ

23 June, 2021 09:08 AM IST | Telangana | Gujarati Mid-day Correspondent

આ લગ્ન માટે ત્રણેયની એકમેક સાથે સહમતિ હતી

લગ્ન સમયની તસવીર

લગ્ન સમયની તસવીર

કોઈ પુરુષ એક સ્ત્રીને પરણ્યા પછી થોડા સમય બાદ ગુપ્ત રીતે બીજી સ્ત્રીને પરણી જાય એવા કિસ્સા આપણા સાંભળવામાં આવ્યા છે, પરંતુ બે સ્ત્રી એક જ સમયે એક જ પુરુષને પરણવા રાજી થઈ જાય એવો બનાવ આપણે માટે આશ્ર્ચર્યજનક જ કહેવાય.

‍તાજેતરમાં તેલંગણામાં આદિવાસી જાતિના એક પુરુષે બે મહિલાઓ સાથે એક જ સમયે લગ્ન કર્યા હતા. આ લગ્ન માટે ત્રણેયની એકમેક સાથે સહમતિ હતી. અર્જુન નામના આ માણસની બે વર્ષથી બે મહિલાઓ સાથે રિલેશનશિપ હતી. બન્ને મહિલાઓ અર્જુનની આન્ટીની પુત્રીઓ છે. આ બેમાંની એક બહેન ઉષારાની ઘણા સમયથી અર્જુનના જ ગામમાં રહેતી હતી, જ્યારે બીજી બહેન સૂર્યકલા નજીકના ગામમાં રહેતી હતી. શિક્ષક બનવાનો તાજેતરમાં કોર્સ પૂરો કરનાર અર્જુને બેઉ બહેનોને દિલ ખોલીને બધી વાત કરી દીધી હતી. પોતે બન્ને બહેનોના પ્રેમમાં છે એવું તેણે તેમને કહ્યા પછી તેણે બન્નેને લગ્નની ઑફર કરી હતી જે બહેનોએ સ્વીકારી લીધી હતી. બેમાંથી એક પણ બહેન અર્જુનને છોડવા રાજી નહોતી. અર્જુનના અને બેઉ બહેનોના પરિવારની સંમતિથી આ લગ્ન પાર પડ્યા છે. એ.એન.આઇ.ના અહેવાલ મુજબ જ્ઞાતિના અગ્રણી પી. જયવંથરાવ કહે છે,

‘આદિવાસી જાતિઓમાં આવા પ્રકારના લગ્ન સામાન્ય બાબત છે. એક જ સમયે બે આદિવાસી મહિલા સાથે લગ્ન કરવાની બહુ જૂની પરંપરા છે.’

23 June, 2021 09:08 AM IST | Telangana | Gujarati Mid-day Correspondent

અન્ય લેખો

ચિત્ર-વિચિત્ર

કેકને લીધે આંખ જ જાત...

ડૉક્ટર્સનું કહેવું છે કે સળી મહિલાના ડોળાની સહેજ બાજુમાં લાગી હતી, જેથી તેની દૃષ્ટિ અકબંધ રહી હતી. જો ડોળા પર સળી વાગી હોત તો તેને અંધાપો આવવાની શક્યતા હતી. 

31 July, 2021 01:32 IST | Mumbai | Agency
ચિત્ર-વિચિત્ર

ચાર્લ્સ-ડાયનાની વેડિંગ કેકની એક સ્લાઇસના ૫૦૦ પાઉન્ડ?

કેન્ટ સ્થિત રૉયલ નેવી કુકિંગ સ્કૂલમાં હેડ બેકર ડેવિડ એવરીએ રૉયલ વેડિંગ માટે ૨૭ કેક બનાવી હતી અને એની બનાવટમાં ગુલાબ અને ઑર્કિડ્સ ઉપરાંત અન્ય અનેક આકર્ષક પદાર્થોનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.  

31 July, 2021 01:29 IST | Mumbai | Agency
ચિત્ર-વિચિત્ર

રેકૉર્ડબ્રેકિંગ મોં-ફાડ છે આ બહેનની

નેટિઝન્સ તેની મોંફાડ જોઈને આશ્ચર્ય પામ્યા છે. વાસ્તવમાં ટિકટૉક પર તેના ફૉલોઅર્સે તેને ગિનેસ વર્લ્ડ રેકૉર્ડમાં નામ નોંધાવવા પ્રોત્સાહિત કરી હતી. 

31 July, 2021 01:24 IST | Mumbai | Agency

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK