° °

આજનું ઇ-પેપર
Thursday, 08 December, 2022


સૌથી ઝડપથી મોજાં પહેરવાનો રેકૉર્ડ બનાવ્યો આ ટીનેજરે

26 September, 2022 11:53 AM IST | Calgary
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

ભારતના આરીફ ઇબ્ન અબ્દુલ હાલીમે મે મહિનામાં પગમાં ૧૯ મોજાં પહેરવાનો રેકૉર્ડ બનાવ્યો હતો

કૅરોલિના ક્રુસ Offbeat

કૅરોલિના ક્રુસ

કૅનેડાના અલ્બેર્ટા પ્રાંતના કેલ્ગરી શહેરમાં રહેતી સ્પર્ધાત્મક સ્વિમર ૧૪ વર્ષની કૅરોલિના ક્રુસે ૧૬ વર્ષથી નીચેની વયના સ્પર્ધકોમાં ૩૦ સેકન્ડમાં પગમાં સૌથી વધુ મોજાં પહેરવાનો ગિનેસ વર્લ્ડ રેકૉર્ડ બનાવ્યો છે. ભારતના આરીફ ઇબ્ન અબ્દુલ હાલીમે મે મહિનામાં પગમાં ૧૯ મોજાં પહેરવાનો રેકૉર્ડ બનાવ્યો હતો, જેની સામે કૅરોલિના ક્રુસે ૨૭ ઑગસ્ટે ૩૦ સેકન્ડમાં ૨૨ મોજાં પહેરવાનો રેકૉર્ડ કર્યો છે. આ સિદ્ધિ હાંસલ કરવા બાબતે કૅરોલિનાનું કહેવું છે કે આ માટે તમારે પોતાનું ધ્યાન માત્ર મોજા પર રાખીને એક પછી એક મોજાં પહેરવા મંડી પડવાનું હોય છે. આમાં સૌથી રાહતની બાબત એ છે કે તમે રેકૉર્ડ માટે એક જ પગમાં મોજાં પહેરી શકો છો. રેકૉર્ડ હાંસલ કરવા માટે સૌપ્રથમ તો યોગ્ય મોજાં શોધવાં જરૂરી છે, જે પગની પિંડીથી ઉપર પહોંચતાં હોય. જોકે કૅરોલિનાએ પહેલા જ પ્રયાસમાં રેકૉર્ડ બનાવ્યો છે.

ગિનેસના પ્રવક્તા જણાવે છે કે અરજીઓ નિ:શુલ્ક છે અને એક વાર સ્વીકારવામાં આવે ત્યાર બાદ તેઓ દાવેદારોને તેમની શ્રેણી માટે માર્ગદર્શિકાનો સમૂહ અને રેકૉર્ડની ચકાસણી માટે જરૂરી પુરાવાની યાદી મોકલે છે. તેઓ દર અઠવાડિયે હજારો અરજી મેળવે છે.

26 September, 2022 11:53 AM IST | Calgary | Gujarati Mid-day Correspondent

અન્ય લેખો

ચિત્ર-વિચિત્ર

ઢોસા સાથે આઇસક્રીમ, ડેડલી ફૂડ કૉમ્બિનેશન

ગયા વર્ષે ફૅન્ટા અને મૅગીના કૉમ્બિનેશનને લોકોએ સૌથી વધુ વખોડ્યું હતું

08 December, 2022 11:12 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ચિત્ર-વિચિત્ર

મેટ્રોમાં અકસ્માતે ઢોળાયેલો ખોરાક સાફ કરતા સ્ટુડન્ટની નેટિઝન્સે કરી પ્રશંસા

તેની આ ચેષ્ટાથી પ્રભાવિત લોકોએ છોકરાને ખરા અર્થમાં ‘સ્વચ્છ ભારત મિશનનો બ્રૅન્ડ ઍમ્બૅસૅડર’ ગણાવ્યો હતો

08 December, 2022 11:09 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ચિત્ર-વિચિત્ર

અદ્ભુત જુગાડ, સ્કૂટરને ઇલે​ક્ટ્રિક ગરગડી બનાવ્યું

આ કારીગરે બજાજના સ્કૂટરમાં કેટલાક ફેરફાર કરીને એને ઇલેક્ટ્રિક ગરગડીમાં તબદીલ કર્યું છે

08 December, 2022 11:06 IST | Mumbai | Gujarati Mid-day Correspondent

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK