Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > ચિત્ર-વિચિત્ર > આર્ટિકલ્સ > મધ્ય પ્રદેશમાં પ્રેમી પંખીડાંઓને તાલિબાની સજા

મધ્ય પ્રદેશમાં પ્રેમી પંખીડાંઓને તાલિબાની સજા

23 September, 2021 12:09 PM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

કુંડી ગામમાં બે છોકરીઓ અને છોકરાઓના ગળામાં ટાયર બાંધીને તેમને નાચવા માટે મજબૂર કરવામાં આવ્યાં હતાં. પોલીસે આ બનાવમાં ત્રણ જણ સામે કેસ નોંધીને તેમની ધરપકડ કરી છે. 

મધ્ય પ્રદેશમાં પ્રેમી પંખીડાંઓને તાલિબાની સજા

મધ્ય પ્રદેશમાં પ્રેમી પંખીડાંઓને તાલિબાની સજા


અફઘાનિસ્તાનમાં તાલિબાનના આતંકવાદીઓ સ્થાનિક લોકો પર અત્યાચાર કરતા હોવાના અહેવાલો વારંવાર આવતા હોય તો એની અન્યત્ર કોઈ દેશમાં સહેજ અસર તો જોવા મળે જ. જુઓને, ભારતમાં જ આવું બની ગયું. મધ્ય પ્રદેશના ધાર જિલ્લામાં પ્રેમી જોડાને તાલીબાની સજા આપવાનો કિસ્સો બહાર આવ્યો છે. કુંડી ગામમાં બે છોકરીઓ અને છોકરાઓના ગળામાં ટાયર બાંધીને તેમને નાચવા માટે મજબૂર કરવામાં આવ્યાં હતાં. પોલીસે આ બનાવમાં ત્રણ જણ સામે કેસ નોંધીને તેમની ધરપકડ કરી છે. 
આ પ્રેમી પંખીડાં ઘરેથી નાસી જતાં રોષે ભરાયેલા તેમના પરિવારજનોએ તેમના ગળામાં ટાયર નાખીને અને તેમના માથે લાકડીઓ મૂકીને તેમને નાચવા માટે મજબૂર કર્યાં હતાં. પ્રેમી પંખીડાંને ભગાડવામાં એક સગીર યુવતીએ મદદ કરી હોવાની પરિવારજનોને શંકા હતી એટલે તેને પણ નાચવાની ફરજ પડાઈ હતી.
શરમજનક વિડિયો સોશ્યલ મીડિયા પર વાઇરલ થયો છે. આ વિડિયોમાં કેટલાક લોકો આ યુવાનો પર લાકડીથી હુમલો કરી તેમને ત્રાસ આપી રહેલા પણ જોવા મળે છે.


Whatsapp-channel Whatsapp-channel

23 September, 2021 12:09 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK