આ સ્પર્ધા દર વર્ષે યોજાય છે. જ્યારે ડૉગ ફોટોગ્રાફીની અન્ય સ્પર્ધા માસિક ધોરણે થાય છે; જેમાં વિશ્વભરના પ્રોફેશનલ, ઍમેચ્યોર અને સ્ટુડન્ટ્સ ભાગ લઈ શકે છે.
ફોટોગ્રાફી અવૉર્ડ વિજેતા ડૉગની અદા
ડૉગ અને માણસની મિત્રતાનો સંબંધ ઘણો જૂનો છે. સોશ્યલ મીડિયામાં પણ હંમેશાં ડૉગને લગતી સ્ટોરી આવતી જ રહે છે. તાજેતરમાં ડૉગની ૨૦૨૧ની શ્રેષ્ઠ ફોટોગ્રાફીના અવૉર્ડની ઘોષણા કરવામાં આવી હતી, જેને ત્રણ અલગ-અલગ કૅટેગરીમાં વહેંચણી કરવામાં આવી હતી. એમાં સ્ટુડિયો-સ્નૅપ, ઍક્શન શૉટ્સ અને લૅન્ડસ્કેપ તથા પોર્ટ્રેઇટ્સનો સમાવેશ કરવામાં આવ્યો હતો. પહેલું ઇનામ પૅરિસના ફોટોગ્રાફર ફ્રાન્સા લૉમ્બોર્ડોને મળ્યું છે, જેમાં તેનો ‘પગ પપ કાઇરો’ નામનો ડૉગ રસોડામાં એક વજનકાંટામાં બેસીને કૅમેરા સામે જોતો હોય છે. ઍક્શન ફોટોગ્રાફી કૅટેગરીનો અવૉર્ડ જર્મન ફોટોગ્રાફર ચાઇરા હોફમાયરને મળ્યો છે, જેમાં ‘એની બૉર્ડર કુલી નિયો’ નામનો ડૉગ કૂદકો મારી રહ્યો છે. શ્રેષ્ઠ લૅન્ડસ્કેપ અવૉર્ડ જર્મન ફોટોગ્રાફર જેની ઉલબ્રીચને મળ્યો છે, જેમાં તે ધુમ્મસથી છવાયેલા તળાવ પાસે પોતાના રેસ્ક્યુ ડૉગ ‘સ્કાડી’ સાથે છે. આ સ્પર્ધા દર વર્ષે યોજાય છે. જ્યારે ડૉગ ફોટોગ્રાફીની અન્ય સ્પર્ધા માસિક ધોરણે થાય છે; જેમાં વિશ્વભરના પ્રોફેશનલ, ઍમેચ્યોર અને સ્ટુડન્ટ્સ ભાગ લઈ શકે છે.