ટર્કીના ઇસ્તાંબુલનો એક વિડિયો સોશ્યલ મીડિયા પર વાઇરલ થઈ રહ્યો છે. એક વેટરિનરી ડૉક્ટરના ક્લિનિકની બહારના કૅમેરામાં જોવા મળે છે એ દૃશ્ય માની મમતાની અનોખી મિસાલ છે.
એક સ્ટ્રે ડૉગ પોતાના બચ્ચાને મોઢામાં પકડીને ડૉક્ટરને ત્યાં લઈ આવે
ટર્કીના ઇસ્તાંબુલનો એક વિડિયો સોશ્યલ મીડિયા પર વાઇરલ થઈ રહ્યો છે. એક વેટરિનરી ડૉક્ટરના ક્લિનિકની બહારના કૅમેરામાં જોવા મળે છે એ દૃશ્ય માની મમતાની અનોખી મિસાલ છે. એક સ્ટ્રે ડૉગ પોતાના બચ્ચાને મોઢામાં પકડીને ડૉક્ટરને ત્યાં લઈ આવે છે. એ બચ્ચું માંદગી અને ઠંડીને કારણે બેભાન થઈ ગયું હતું. ડૉક્ટરના દરવાજે જઈને ડૉગીમમ્મા જાણે પોતાના પપી માટે મદદ માગતી હોય એમ ઊભી રહી જાય છે. ડૉક્ટરના એક ફ્રેન્ડ એને જુએ છે અને તેઓ અંદર જાણ કરે છે. ડૉક્ટર ડૉગી અને પપીને અંદર લે છે અને ખૂબ હળવેકથી ડૉગીના મોઢામાંથી પપીને તપાસે છે. તપાસ પછી ડૉક્ટર પપીને મૃત જાહેર કરી દે છે, પણ એના પડખે સુવડાવતી વખતે પપીની ખૂબ આછી ધડકનો સંભળાય છે. ડૉક્ટર તાત્કાલિક સારવાર આપે છે અને એ દરમ્યાન પેલી ડૉગીમમ્મા ત્યાંથી ખસવાનું નામ નથી લેતી. લાંબી સારવાર પછી પપી ભાનમાં આવી જાય છે.

