° °

આજનું ઇ-પેપર
Monday, 06 December, 2021


રમકડાની ગાય સાથે ૧૦ વર્ષની બાળકીનું રીયુનિયન કરાવવા ૧૦૦૦ માઇલ્સની ઉડાન ભરી

26 November, 2021 02:28 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

અજાણ્યાઓએ રમકડાની ગાય સાથે ૧૦ વર્ષની બાળકીનું રીયુનિયન કરાવવા માટે ૧૦૦૦ માઇલ્સની ઉડાન ભરી

રમકડાની ગાય સાથે ૧૦ વર્ષની બાળકીનું રીયુનિયન કરાવવા ૧૦૦૦ માઇલ્સની ઉડાન ભરી

રમકડાની ગાય સાથે ૧૦ વર્ષની બાળકીનું રીયુનિયન કરાવવા ૧૦૦૦ માઇલ્સની ઉડાન ભરી

ત્રણ મહિના પહેલાં હેટ્ટી સેઇન્સ જ્યારે આઇસલૅન્ડના ગામ વીક ઇ મર્દાલીથી પાછી ફરી ત્યારે તેની રમકડાની ગાય ભૂલથી ત્યાં જ મૂકી આવી હતી. રમકડાની ગાયને શોધવાના તમામ પ્રયાસ નિષ્ફળ ગયા બાદ તેણે ગાયને પાછી મેળવવાની આશા છોડી દીધી હતી. 
જોકે જ્યારે તેના પિતા રિચર્ડ્સે ફેસબુક પર રમકડાની ગાય પાછી મેળવવા માટેની સલાહ માગી ત્યારે અજાણ્યા મહેરબાનોએ બ્રિટનથી ૧૦૦૦ માઇલનો પ્રવાસ ખેડીને એ પાછી આપવાની તૈયારી દાખવી હતી. 
તેમને સોશ્યલ મીડિયા હંમેશાં નકારાત્મકતા ફેલાવતું પ્લૅટફૉર્મ લાગતું હતું, પરંતુ આ જ પ્લૅટફૉર્મ પર મદદગાર બનવા તૈયાર થયેલા લોકોને મેળવીને તો તેઓ ખૂબ આનંદિત થયા હતા. હેટ્ટી સેઇન્સ બે વર્ષની હતી ત્યારથી રમકડાની આ ગાય તેની પાસે હતી અને તે જ્યાં પણ ફરવા જતી ત્યાં ગાય પોતાની સાથે જ લઈ જતી હતી. જોકે વીક ઇ મર્દાલીથી પાછી ફરતાં તેની રમકડાની ગાય ભૂલથી ત્યાં જ મૂકી આવી હતી, જેને તે ખૂબ મિસ કરતી હતી. હવે એ ગાય પાછી મળી જતાં તે ખુશ છે.

26 November, 2021 02:28 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

અન્ય લેખો

ચિત્ર-વિચિત્ર

વાંદરાએ પોતાના માટે શોધી કાઢી ખાસમખાસ કૅટ-ટૅક્સી

રેડિટ પર લગભગ ૧૫ કલાક પહેલાં એક વિડિયો અપલોડ કરવામાં આવ્યો છે, જેમાં એક બિલાડીની પીઠ પર નાનું વાંદરું વળગીને બેઠું છે

05 December, 2021 08:09 IST | New Delhi | Gujarati Mid-day Correspondent
ચિત્ર-વિચિત્ર

આ પરિવારનાં પાંચ બાળકો હજી પણ ભાંખોડિયાભેર ચાલે છે

ટર્કીના વૈજ્ઞાનિકો આ ઘટનાને ‘પછાત વિકાસ’ના પુરાવા તરીકે ગણાવે છે

05 December, 2021 08:07 IST | Turkey | Gujarati Mid-day Correspondent
ચિત્ર-વિચિત્ર

વિશ્વના સૌથી મોટા વૉશિંગ મશીન પિરામિડનો રેકૉર્ડ

આ પિરામિડ તૈયાર કરવામાં ૧૪૯૬ રીસાઇકલ્ડ વૉશિંગ મશીનનો ઉપયોગ થયો છે

05 December, 2021 08:01 IST | London | Gujarati Mid-day Correspondent

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK