° °

આજનું ઇ-પેપર
Sunday, 28 November, 2021


મૂછોના વાળથી બનાવ્યો શૂટ

22 November, 2021 11:42 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

ઑસ્ટ્રેલિયાની એક જાણીતી મેન્સવેર બ્રૅન્ડે એક વિઝ્‍યુઅલ આર્ટિસ્ટ સાથે મળીને આ નવેમ્બરમાં અનોખો ઉપક્રમ હાથ ધર્યો હતો. તેમણે પુરુષોની મૂછમાંથી તૈયાર કરવામાં આવેલો એક વિશેષ શૂટ લોકો સામે મૂક્યો છે.

મૂછોના વાળથી બનાવ્યો શૂટ

મૂછોના વાળથી બનાવ્યો શૂટ

વિશ્વના ઘણા દેશોમાં પુરુષના સ્વાસ્થ્ય વિશે જાગૃતિ માટે મૂવેમ્બર ચળવળ ચાલે છે, જેમાં દર નવેમ્બર મહિનામાં પુરુષો મૂછ વધારે છે. ઑસ્ટ્રેલિયાની એક જાણીતી મેન્સવેર બ્રૅન્ડે એક વિઝ્‍યુઅલ આર્ટિસ્ટ સાથે મળીને આ નવેમ્બરમાં અનોખો ઉપક્રમ હાથ ધર્યો હતો. તેમણે પુરુષોની મૂછમાંથી તૈયાર કરવામાં આવેલો એક વિશેષ શૂટ લોકો સામે મૂક્યો છે.
દેખાવમાં ભારે કદરૂપા આ મો-હેર શ્યૂટ નામના શૂટ પાછળ રોચક કહાણી છે. એ તૈયાર કરનાર આર્ટિસ્ટ પામેલા ક્લીમૅન પેસ્સીના પતિ ૨૦૧૬માં પ્રોસ્ટેટ કૅન્સરથી મૃત્યુ પામ્યા હતા. આ શૂટ બનાવવા માટે પુરુષોની મૂછમાંથી પામેલાએ વિશિષ્ટ ફૅબ્રિક તૈયાર કરી આપ્યું છે. એ માટે હેરસલૂનમાંથી મૂછના વાળ ભેગા કર્યા હતા. આ પ્રોજેક્ટ વિશે વાતો થવા લાગી એટલે કેટલાય લોકોએ પોતાની મૂછના વાળ પાર્સલ કરીને પણ મોકલી આપ્યા હતા. કૉટન તૈયાર થયા પછી એમાંથી કંપનીએ શૂટ બનાવ્યો. વાળની ખંજવાળ નિવારવા એના પર વિશેષ કામ કરવામાં આવ્યું. એ ઉપરાંત શૂટમાં સંદેશા પણ ચીતરવામાં આવ્યા છે. હાલ તો આ શૂટે ચર્ચા જગાવી છે, પણ હજી એ બજારમાં વેચાણ માટે મુકાયો નથી.

22 November, 2021 11:42 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

અન્ય લેખો

ચિત્ર-વિચિત્ર

હાથના પંજાની પાછળના ભાગ પર સૌથી વધુ ઈંડાં બૅલૅન્સ કરવાનો રેકૉર્ડ

અહીં ઇરાકના ઇબ્રાહિમ સાદેક નામના એક યુવકે હાથની પાછળના હિસ્સા પર ઈંડાં બૅલૅન્સ કરવાની કોશિશ કરીને એકસાથે ૧૮ ઈંડાં બૅલૅન્સ કર્યાં હતાં.

28 November, 2021 01:35 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ચિત્ર-વિચિત્ર

પ્લાસ્ટિકનો મગર સમજીને સેલ્ફી લેવા ગયો, નીકળ્યો રિયલ

અમ્યુઝમેન્ટ પાર્કના અધિકારીઓએ આ ઘટના માટે પોતે જવાબદાર ન હોવાનું જણાવતાં કહ્યું હતું કે અમે પ્રવાસીઓને જંગલી અને જીવલેણ ઈજા પહોંચાડતાં પ્રાણીઓથી દૂર રહેવા પ્રવાસીઓને સાવચેત કરતા હોઈએ છીએ.

28 November, 2021 01:33 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ચિત્ર-વિચિત્ર

બેસ્ટ ચાઇનીઝ ફૂડ શોધવાના પ્રયાસમાં આ વડીલે ૮૦૦૦ રેસ્ટોરાંનું ફૂડ ચાખ્યું

અમેરિકાનો ૭૨ વર્ષનો આ વૃદ્ધ આ જ શ્રેણીમાં ગણી શકાય. શ્રેષ્ઠ ચાઇનીઝ ફૂડની શોધમાં આ કાકા છેલ્લાં ૪૦ વર્ષથી વિવિધ રેસ્ટોરાંની મુલાકાત લઈ ચૂક્યા છે. 

28 November, 2021 01:30 IST | Mumbai | Gujarati Mid-day Correspondent

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK