° °

આજનું ઇ-પેપર
Wednesday, 05 October, 2022


વૈજ્ઞાનિકો બનાવશે 3D પ્રિન્ટિંગ ફૂડ

08 August, 2022 12:20 PM IST | Singapore
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

સિંગાપોરમાં આ વિશે સંશોધન કરી રહેલી ટીમે ભોજનની 3D પ્રિન્ટ બનાવવાનું શરૂ કર્યું છે

3d પ્રિન્ટ ફૂડ Offbeat

3d પ્રિન્ટ ફૂડ

માનવજાતને ભ​વિષ્યમાં ભોજનની ખોટ પડી શકે છે. સંશોધકોએ એ માટેના ઉપાય શોધવાની શરૂઆત કરી દીધી છે. સિંગાપોરમાં આ વિશે સંશોધન કરી રહેલી ટીમે ભોજનની 3D પ્રિન્ટ બનાવવાનું શરૂ કર્યું છે. વિશ્વના ઘણા ભાગોમાં નાના જીવડા તથા શે‍વાળનો ખોરાક તરીકે ઉપયોગ થાય છે. આ ખોરાકને કઈ રીતે સ્વાદિષ્ટ બનાવી શકાય એના પર કામ ચાલી રહ્યું છે. 
ક્રિકેટ નામનું જંતુ અથવા લાર્વા ખાવાને બદલે એને ગાજર જેવા શાક સાથે મિશ્રણ કરીને એને ફ્લેવર બદલી શકાય છે. સિંગાપોરની રિસર્ચરના જણાવ્યા પ્રમાણે આ રીતે કરવાથી આ વૈકલ્પિક પ્રોટીનનો દેખાવ અને સ્વાદ બદલાઈ જાય છે. પરિણામે લોકોની આવા ભોજનને લઈને જે સૂગ છે એ પણ દૂર થઈ શકે છે. 

આ અભ્યાસ ભવિષ્યમાં વધુ ને વધુ લોકોને વૈકલ્પિક ખોરાક વિશે વિચાર કરવા પ્રોત્સાહિત કરશે. એવું પણ બને કે ભવિષ્યમાં આવો જ ખોરાક આપણો મહત્ત્વનો ખોરાક બની જાય. સંશોધન હવે ફૂડ ઇન્ક બનાવવામાં મદદ કરશે અને પરિણામે વૈકલ્પિક પ્રોટીનને વધુ સ્વાદિષ્ટ અને પોષક બનાવી શકાય. જોકે, ભારતીયો આવું ભોજન ખાશે કે નહીં એ એક સવાલ છે.

08 August, 2022 12:20 PM IST | Singapore | Gujarati Mid-day Correspondent

અન્ય લેખો

ચિત્ર-વિચિત્ર

૧૨.૪૫ કરોડના આખા બંગલાને ડૂડલ્સથી કવર કર્યો

તેણે તેના બાથરૂમ, બેડરૂમ અને કિચનને પણ કવર કર્યું છે.

05 October, 2022 10:08 IST | London | Gujarati Mid-day Correspondent
ચિત્ર-વિચિત્ર

અદ્વિતીય ભારતની સુંદરતાની ઝાંકી

તેમણે આ ક્લિપને રવિવારે ટ્વિટર પર શૅર કરી હતી અને ત્યારથી એને સાડાસાત લાખથી વધારે વ્યૂઝ મળ્યા છે. 

05 October, 2022 10:01 IST | Rudraprayag | Gujarati Mid-day Correspondent
ચિત્ર-વિચિત્ર

અર્ધનારીશ્વરનું દિવ્ય ફૉર્મેશન રચાયું

શિવ અને શક્તિના સમન્વયનું સુંદર સ્વરૂપ એટલે અર્ધનારીશ્વર

05 October, 2022 09:48 IST | Gandhinagar | Gujarati Mid-day Correspondent

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK