° °

આજનું ઇ-પેપર
Wednesday, 08 December, 2021


માછલીની જીભ ખાઈને પરોપજીવી જીવાત ત્યાં ગોઠવાઈ ગઈ

25 October, 2021 12:35 PM IST | Texas | Gujarati Mid-day Correspondent

અમેરિકાના ટેક્સસમાં ગલવેસ્ટન આઇલૅન્ડ પાર્કમાં જીભ ખાનારી પ્રજાતિની એક જીવાત ઍટલાન્ટિક ક્રૉકરના મોઢામાં જોવા મળી હતી

માછલીની જીભ

માછલીની જીભ

બીજા જીવ પર નિર્ભર રહીને જીવન વ્યતીત કરનારા જીવને પરોપજીવી કહેવાય છે.  તાજેતરમાં આવા જ એક પરોપજીવી પ્રાણીનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. અમેરિકાના ટેક્સસમાં ગલવેસ્ટન આઇલૅન્ડ પાર્કમાં  જીભ ખાનારી પ્રજાતિની એક જીવાત ઍટલાન્ટિક ક્રૉકરના મોઢામાં જોવા મળી હતી. ટેક્સસ પાર્ક અને  વાઇલ્ડલાઇફ ડિપાર્ટમેન્ટે એના ફોટો પાડીને ફેસબુક પર પોસ્ટ કર્યા હતા. અધિકારીઓએ જણાવ્યું હતું કે આ પૅરાસાઇટ માછલીની જીભ ખાઈને તેની જીભના સ્થાને ગોઠવાઈને પોતાનું તેમ જ માછલીનું પેટ ભરી રહ્યું હતું. નેટિઝન્સે આ પોસ્ટ પર પોતાની ટિપ્પણી આપતાં કહ્યું કે આ ફોટો જોયા બાદ તથા એની વિગતો જાણ્યા બાદ હવે માછલી ખાવાનું મન નહીં થાય.

25 October, 2021 12:35 PM IST | Texas | Gujarati Mid-day Correspondent

અન્ય લેખો

ચિત્ર-વિચિત્ર

Video Viralઆથી અજુગતું બીજું શું હોય? હવે પ્લેનને પણ આવ્યો ધક્કા મારવાનો વારો?

સોશિયલ મીડિયા પર જે વીડિયો વાયરલ થઈ રહ્યો છે, તે નેપાલના એક ઍરપૉર્ટનો છે. નેપાલના બાજુરા ઍરપૉર્ટ પર બુધવારે તારા ઍરના એક પ્લેનને ધક્કો મારતા લોકો જોવા મળ્યા.

07 December, 2021 08:17 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
ચિત્ર-વિચિત્ર

Viral Video: દુકાનદારે વેચી લીલા મરચાંની આઇસ્ક્રીમ, લોકોએ કહ્યું આ...

ફૂડને નવો ફ્લેવર આપવાના ચક્કરમાં સોશિયલ મીડિયા પર હાલ લીલા મરચાની આઇસ્ક્રીમ ખૂબ જ વાયરલ થઈ રહી છે. આના સ્વાદ વિશે વિચારીને જ ઇન્ટરનેટ યૂઝર્સ આળવીતરી કોમેન્ટ્સ કરી રહ્યા છે.

07 December, 2021 07:59 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
ચિત્ર-વિચિત્ર

ડેરડેવિલે હેલિકૉપ્ટરમાંથી કૂદીને સ્કાયસર્ફિંગ સ્પિનનો વર્લ્ડ રેકૉર્ડ તોડ્યો

કીથ એડવર્ડ સ્નાઇડરે હેલિકૉપ્ટરમાંથી ૧૩૫૦૦ ફીટની ઊંચાઈએથી કૂદકો મારીને સ્મારકથી ૫૦૦૦ ફીટની ઉંચાઈએ પહોંચ્યા બાદ લગભગ ૧૬૦ સ્પિન કરીને રેકૉર્ડ બનાવ્યો હતો.

07 December, 2021 12:07 IST | Giza | Gujarati Mid-day Correspondent

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK