મેસર્સ ડી. એમ. ગેમિંગ લિમિટેડે ગેમિંગ યુનિટ ચલાવવા પરવાનગી માગી હતી પરંતુ પોલીસ કમિશનરેટે આને જુગાર ગણીને મંજૂરી આપી નહોતી એટલે કંપનીએ હાઈ કોર્ટમાં અરજી કરી હતી.
હાઈ કૉર્ટ કહે છે, રમી કે પોકર જુગાર નથી, મગજનું કૌશલ્ય છે
મોટા ભાગના લોકો અને સમાજ રમી અને પોકરને જુગાર ગણીને એનાથી દૂર રહેવાનું પસંદ કરે છે, પરંતુ ઇલાહાબાદ હાઈ કોર્ટના મતે એ જુગાર છે જ નહીં, કૌશલ્યની રમત છે. મેસર્સ ડી. એમ. ગેમિંગ લિમિટેડે ગેમિંગ યુનિટ ચલાવવા પરવાનગી માગી હતી પરંતુ પોલીસ કમિશનરેટે આને જુગાર ગણીને મંજૂરી આપી નહોતી એટલે કંપનીએ હાઈ કોર્ટમાં અરજી કરી હતી. કોર્ટે કહ્યું કે રમી કે પોકર જેવી મનોરંજન કરાવતી રમતને માત્ર જુગાર કહીને માન્યતા ન આપવાનું યોગ્ય નથી. માન્યતા ન આપવા માટેના કોઈ નક્કર પુરાવા હોવા જોઈએ. કોર્ટે એવું પણ કહ્યું કે આ રમતોને જુગાર માનવાને બદલે એક કૌશલ્ય ગણવું જોઈએ. આખા વિશ્વમાં આવી રમતો ઑનલાઇન અને ઑફલાઇન રમાય છે.