ભારતની સિલિકોન વેલી કહેવાતું આ શહેર અત્યાર સુધી તેના હવામાન અને જામ માટે પ્રખ્યાત હતું

પ્રતીકાત્મક તસવીર
તમે દેશ-દુનિયાના ફેમસ રસ્તાઓ વિશે તો અનેક વાર સાંભળ્યું જ હશે. તે તમને ગૂગલ મેપ પર પણ મળી રહેશે, પરંતુ શું તમે ક્યારેય સાંભળ્યું છે કે કોઈ રસ્તો તેના ખાડાના કારણે ગૂગલ મેપ પર જોવા મળે. આવું વાસ્તવમાં બન્યું છે. આજકાલ ગૂગલ મેપ્સ પર એક ખાડો છવાયેલો છે એ પણ સંપૂર્ણ ફાઇવ સ્ટાર રેટિંગ સાથે. તેને એક ઐતિહાસિક સીમાચિહ્ન તરીકે સૂચિબદ્ધ કરવામાં આવ્યો છે. હવે આ જોઈને નેટિઝન્સને ઈન્ટરનેટ પર એક્ટિવ રહેવાનું વધુ એક કારણ મળી ગયું છે.
આ ખાડો બેંગ્લોરમાં છે. ભારતની સિલિકોન વેલી કહેવાતું આ શહેર અત્યાર સુધી તેના હવામાન અને જામ માટે પ્રખ્યાત હતું, પરંતુ ભૂતકાળમાં આવેલા પૂર બાદ અહીંના ખાડાઓ ખૂબ ચર્ચામાં છે. ગૂગલ મેપ પર લિસ્ટેડ એબાઇઝર્સ પોટ, આ ખાડો બેલાંદુર વિસ્તારમાં છે. નિમ્મો તાઈ નામના એકાઉન્ટ દ્વારા ટ્વિટર પર પોસ્ટ કરવામાં આવેલા સ્ક્રીનશોટમાં જોવા મળે છે કે 10 લોકોએ આ ખાડાને રેટ કર્યું છે અને દરેકે તેને ફાઈવ સ્ટાર રેટિંગ આપ્યું છે.
In Bangalore, Potholes are landmarked on Google and have reviews ?? pic.twitter.com/1zc6n3cuVV
— Nimo Tai ?? (@Cryptic_Miind) September 20, 2022
એટલું જ નહીં, આ માટે સકારાત્મક રિવ્યુ પણ લખવામાં આવ્યા છે. એક યુઝરે લખ્યું કે, “ખૂબ સરસ ખાડો. ઓછામાં ઓછા એક વખત અહીં મુલાકાત લેવી જોઈએ. તમારી ચેસિસને યોગ્ય જગ્યાએ મારવાની ખાતરી આપવામાં આવે છે.”
એક કૉમેન્ટ હતી, "એકદમ ઉચ્ચ વર્ગનો ખાડો. મહાન સ્થાન. તેની આસપાસ ઘણી દુકાનો અને શાળાઓ છે."
આ પણ વાંચો: સર્જનાત્મકતાને મળી પાંખ