Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > ચિત્ર-વિચિત્ર > આર્ટિકલ્સ > સિરિયલ નંબરવાળાં હાઇ-ટેક સમોસાં

સિરિયલ નંબરવાળાં હાઇ-ટેક સમોસાં

04 September, 2021 10:34 AM IST | New Delhi
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

નીતિન મિશ્રા નામના ટ્વિટર-યુઝરે સમોસાંનો ફોટો શૅર કર્યો છે

સિરિયલ નંબરવાળાં હાઇ-ટેક સમોસાં

સિરિયલ નંબરવાળાં હાઇ-ટેક સમોસાં


વિશ્વભરમાં દેશી નાસ્તા તરીકે સમોસાં હંમેશા લોકપ્રિય રહ્યાં છે. સ્વાદિષ્ટ સમોસાં લગભગ પ્રત્યેક વ્યક્તિની પસંદગીના નાસ્તાના લિસ્ટમાં સ્થાન પામે છે.

નીતિન મિશ્રા નામના ટ્વિટર-યુઝરે સમોસાંનો ફોટો શૅર કર્યો છે, જેની કૅપ્શનમાં લખ્યું હતું, ‘મેં ઑર્ડર કરેલાં સમોસાં સિરિયલ નંબર સાથે આવ્યાં છે. પ્લીઝ ટેક્નૉલૉજી મારા હલવાઈથી દૂર રહે અને મને સમોસાંનો આનંદ માણવા દે.’



ખાદ્ય ચીજો પર સિરિયલ નંબર લગભગ બધા માટે વિચિત્ર કહી શકાય એવી બાબત છે. જોકે જ્યારે ટ્વિટર પર ફોટો વાઇરલ થયો ત્યારે નેટિઝન્સે કમેન્ટ કરતાં લખ્યું કે ‘હવે આનો પણ ચીલો પડી જશે કે શું?’ એક નેટિઝને લખ્યું કે ‘હવે કદાચ કોના તરફથી સમોસા-પાર્ટી છે એ પણ જાણવા મળશે.’ બીજાએ લખ્યું, ‘કદાચ હલવાઈનો હેલ્પર સમોસાં ચોરી જતો હશે એટલે તેણે કદાચ નંબરની સિસ્ટમ શરૂ કરી હશે.’


સમોસા-પાર્ટી નામના એક આઉટલેટમાંથી મોકલવામાં આવેલાં આ નંબરવાળાં સમોસાંને ટ્વિટર પર જોઈને એક યુઝરે મજાકમાં લખ્યું, ‘હવે પછી સમોસાં પર બાર-કોડ પણ આવશે!’


Whatsapp-channel Whatsapp-channel

04 September, 2021 10:34 AM IST | New Delhi | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK