Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > ચિત્ર-વિચિત્ર > આર્ટિકલ્સ > જંગલમાં આ ટેબલ સજાવ્યું છે કોણે?

જંગલમાં આ ટેબલ સજાવ્યું છે કોણે?

17 October, 2021 12:24 PM IST | London
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

આ સજાવેલું ટેબલ મુખ્ય રસ્તાથી લગભગ ૧૦૦ મીટર જેટલું અંદર હતું

જંગલમાં સજાવ્યું ટેબલ

જંગલમાં સજાવ્યું ટેબલ


અવનવી ચીજો સોશ્યલ મીડિયા પર મૂકીને લોકોની વાહ-વાહ મેળવવા ફોટોગ્રાફરો દૂર-સુદૂર ભટકતા હોય છે. ઘણી વાર પ્રાણીઓની મસ્તી, અજીબોગરીબ ચીજો વગેરે ફોટો સોશ્યલ મીડિયા પર વાઇરલ થાય છે જે નેટિઝન્સને આશ્ચર્યચકિત કરે છે.

તાજેતરમાં બ્રિટનના વુડ્ઝ ઑફ લેક જિલ્લામાં ફોટોગ્રાફર એશલી કૂપરે બે જણ માટે સુંદર સજાવેલું ટેબલ જોયું. શરૂમાં તો તેને આ કોઈ આર્ટ પીસ લાગ્યું, પરંતુ પછી ધ્યાનથી જોયું તો અડધો ખવાયેલો ખોરાક અને વાઇન ગ્લાસિસ જોઈને કોઈ અહીં બેઠું હોય એમ જણાયું હતું. આ સજાવેલું ટેબલ મુખ્ય રસ્તાથી લગભગ ૧૦૦ મીટર જેટલું અંદર હતું. એમ લાગે છે કોઈએ રોમૅન્ટિક ભોજન લીધા પછી સફાઈ કરવાની દરકાર લીધા વિના જ સ્થળ છોડી દીધું હતું.



જોકે પાછળથી જાણવા મળ્યું હતું કે આ ટેબલને એમ જ છોડી દેવાયું નહોતું. ડેટમેટ નામની રોમૅન્ટિક પ્રસંગોનું આયોજન કરતી એક કંપનીએ સોમવારે લેક ડિસ્ટ્રિક્ટમાં રજાઓ મનાવતા સ્ટૅફર્ડશાયરના દંપતી માટે આ ઇવેન્ટ ગોઠવી હતી. ક્લાયન્ટે તેના પાર્ટનરના જન્મદિવસ માટે સોસેજ રોલ્સ, પનીર અને બિસ્કિટ, સ્કોન્સ અને કેક, ફળ અને શૅમ્પેનની એક બૉટલ ઉપરાંત બપોરે ચા મગાવી હતી. ડેટમેટ સાથે કામ કરનારી શાર્લોટ મેનિંગે જણાવ્યું હતું કે લોકેશન એટલું દૂર હતું કે તેને વ્યવસ્થા કરવા માટે ચાર ફેરા થયા હતા. દંપતી ગયા અને સફાઈ માટે શાર્લોટ મેનિંગ વુડ્સમાં પાછી ફરી એ વચ્ચેના સમયમાં ફોટોગ્રાફરને ફોટો મળ્યો હતો.


Whatsapp-channel Whatsapp-channel

17 October, 2021 12:24 PM IST | London | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK