Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > ચિત્ર-વિચિત્ર > આર્ટિકલ્સ > સ્ટ્રિપક્લબની મફતમાં મોજ લેવા વાંદરવેડા ભારે પડ્યા

સ્ટ્રિપક્લબની મફતમાં મોજ લેવા વાંદરવેડા ભારે પડ્યા

07 April, 2021 09:28 AM IST | Adelaide
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

બાલ્કનીની દીવાલ પર ચડેલો જુવાનિયો હેઠો પડતાં તેનો હાથ ભાંગ્યો હતો

જુવાનિયો

જુવાનિયો


ઑસ્ટ્રેલિયાના ઍડીલેડમાં ચાલતી સ્ટ્રિપક્લબમાં ડોકિયાં કરીને બોલ્ડ ડાન્સની વિનામૂલ્ય મોજ લેવા બાલ્કનીની દીવાલ પર ચડેલો જુવાનિયો હેઠો પડતાં તેનો હાથ ભાંગ્યો હતો અને તેને રૉયલ ઍડીલેડ હૉસ્પિટલમાં દાખલ કરવો પડ્યો હતો. સોશ્યલ મીડિયા નામે અપલોડ કરવામાં આવેલા વિડિયોમાં બાલ્કનીની દીવાલ પર ચડીને સ્ટ્રિપક્લબમાં ડોકિયાં કરનાર વીસેક વર્ષના છોકરાના વાંદરવેડા આજ​બાજુનાં મકાનોના કેટલાક લોકોની નજરે ચડ્યા હતા. એ છોકરાને નીચે પડતો જોઈને તાત્કાલિક ઍમ્બ્યુલન્સ બોલાવવામાં આવી હતી. એ છોકરો જો થોડા ઇંચ દૂર પડ્યો હોત તો ચોક્કસ તેણે જીવ ગુમાવ્યો હોત, કારણ કે ત્યાં લોખંડનો જાડો સળિયો હતો.


Whatsapp-channel Whatsapp-channel

07 April, 2021 09:28 AM IST | Adelaide | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK