° °

આજનું ઇ-પેપર
Tuesday, 15 June, 2021


મહિલાએ રિવ્યુમાં વેઇટરની રોમૅન્ટિક પ્રશંસા કરી દીધી : ગર્લફ્રેન્ડે ઊધડો લીધો

13 May, 2021 11:12 AM IST | America | Gujarati Mid-day Correspondent

ઍન્ટોનિયા એક હોટેલમાં ગઈ અને ત્યાર પછી ત્યાં જમવાનો અનુભવ તેણે ‘ઑનલાઇન રિવ્યુ’માં લખ્યો. વેઇટરની પ્રશંસા કરતાં રિવ્યુમાં મહિલાએ રોમૅન્ટિક શબ્દો વાપર્યા હતા. એ રોમૅન્ટિક ભાષા સામે વેઇટરની પ્રેમિકાએ વાંધો ઉઠાવ્યો હતો. 

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર

ટિકટૉક પર વિડિયો દ્વારા ઍન્ટોનિયા નામની મહિલાએ એક અણધાર્યો અનુભવ વર્ણવ્યો છે. એક વખતમાં પ્રેમી કે પતિ સાથે દોસ્તી બાંધનારી મહિલાના ઘરે કે ઑફિસમાં જઈને તેના વાળ ખેંચવા સુધીની નોબત આવતી હતી. પરંતુ સોશ્યલ મીડિયાના જમાનામાં એવાં અસભ્ય દૃશ્યો સર્જાતાં નથી. ઍન્ટોનિયા એક હોટેલમાં ગઈ અને ત્યાર પછી ત્યાં જમવાનો અનુભવ તેણે ‘ઑનલાઇન રિવ્યુ’માં લખ્યો. વેઇટરની પ્રશંસા કરતાં રિવ્યુમાં મહિલાએ રોમૅન્ટિક શબ્દો વાપર્યા હતા. એ રોમૅન્ટિક ભાષા સામે વેઇટરની પ્રેમિકાએ વાંધો ઉઠાવ્યો હતો. 

ઍન્ટોનિયાએ રિવ્યુમાં લખ્યું હતું કે ‘વાતાવરણ ખૂબ ગમી જાય એવું હતું. પીણાં પણ મજેદાર હતાં. વાનગીઓ-ફૂડ મેનુ પણ સરસ. ઇરા (વેઇટર), મારા રાજ્જા, તારા પ્રેમમાં પડી ગઈ છું.’ એ મેસેજ પોસ્ટ કર્યા પછી વીસેક મિનિટોમાં ઍન્ટોનિયાને ઇરાની પ્રેમિકા તરફથી સંદેશ મળ્યો. ઇરાની પ્રેમિકાએ લખ્યું હતું કે ‘હેલ્લો... તેં મારા બૉયફ્રેન્ડ ‘ઇરા’ માટે લખ્યું એ મેં વાંચ્યું. ‘મારા રાજ્જા’ વગેરે વિશેષણો મને ગમ્યાં નથી. એ અસભ્ય વર્તન કહેવાય. તેં ફક્ત ઇરાની સર્વિસ પૂરતું લખ્યું હોત તો એમાં કોઈ વાંધો ન હોત. ઇરાએ તારી જોડે ફ્લર્ટિંગનો કે તને પ્રભાવિત કરવાનો પ્રયાસ કર્યો હોય તો મને કહેજે. જો તેણે એવો પ્રયાસ ન કર્યો હોય તો તને તારો રિવ્યુ એડિટ કરવામાં કે નવો રિવ્યુ લખવામાં વાંધો ન હોવો જોઈએ.’ એની સામે ઍન્ટોનિયાએ લખ્યું કે ‘તું ચિંતા ન કર. એ સાંજે એ હોટેલમાં બધા વેઇટર્સ-સ્ટાફર્સ વચ્ચે કોને સૌથી વધારે અને સૌથી સારા રિવ્યુ મળે છે એની સ્પર્ધા જાગી હતી.’ એના જવાબમાં ઇરાની પ્રેમિકાએ લખ્યું કે ‘તમે રિવ્યુ કેમ લખ્યો એ પ્રશ્ન નથી, પરંતુ કેવી રીતે અને કેવી ભાષામાં લખ્યો એ પ્રશ્ન છે. જો એમાં કંઈ અયોગ્ય ન હોય તો તું માફી માગી લે અને બાકીની રાત શાંતિથી સૂઈ જા.

13 May, 2021 11:12 AM IST | America | Gujarati Mid-day Correspondent

અન્ય લેખો

ચિત્ર-વિચિત્ર

ફક્ત 12 રૂપિયામાં ઘર ખરીદવું છે?

કોરોનાકાળ ચાલી રહ્યો છે એટલે સ્વાભાવિક રીતે ઘણા દેશોનાં વિવિધ શહેરો, નગરો અને ગામડાંઓમાં તૈયાર ઘરના ભાવમાં ૨૦૧૯ના ભાવની તુલનામાં મોટો ઘટાડો થયો હશે.

15 June, 2021 10:48 IST | Croatia | Gujarati Mid-day Correspondent
ચિત્ર-વિચિત્ર

ખાટલાની પાટીમાં જ વણી લીધું, ‘દેશ જીતેગા, કોરોના હારેગા’

રાજસ્થાનના જોધપુરમાં એક ભાઈએ કોવિડ વિશે લોકોમાં જાગરૂકતા લાવવા ‘દેશ જીતેગા – કોરોના હારેગા’ અને ‘દો ગઝ કી દૂરી, માસ્ક હૈ જરૂરી’ જેવા કોવિડ પ્રોટોકોલના સંદેશા લખેલા ખાટલા તૈયાર કર્યા છે.

15 June, 2021 11:08 IST | Rajasthan | Gujarati Mid-day Correspondent
ચિત્ર-વિચિત્ર

છ વર્ષની ઉંમરે ડ્રગ્સ લેતી આ મહિલાએ કઈ રીતે લત છોડાવી એ જાણવા જેવું છે

અમેરિકાની વર્જિનિયા ગિની બર્ટન માત્ર ૬ વર્ષની હતી ત્યારથી જ ડ્રગ્સ લેતી હતી. ઘણા લાંબા સમય સુધી તેણે હેરોઇનનું સેવન કર્યું હતું. પણ....

15 June, 2021 10:40 IST | America | Gujarati Mid-day Correspondent

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK