° °

આજનું ઇ-પેપર
Wednesday, 05 October, 2022


ડૉગીને કારણે મહિલાની આત્મહત્યા ટળી ગઈ

18 June, 2021 10:50 AM IST | England
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

બ્રિટનના ઇંગ્લૅન્ડમાં એક્સેટર ખાતે બ્રિજ પરથી કૂદીને આત્મહત્યા કરવાનો પ્રયાસ કરતી મહિલાને ડૉગીની મદદથી બચાવી લેવામાં આવી હતી.

ડૉગી

ડૉગી

બ્રિટનના ઇંગ્લૅન્ડમાં એક્સેટર ખાતે બ્રિજ પરથી કૂદીને આત્મહત્યા કરવાનો પ્રયાસ કરતી મહિલાને ડૉગીની મદદથી બચાવી લેવામાં આવી હતી. વાસ્તવમાં મહિલાને આત્મહત્યા કરતી રોકવા ફાયર બ્રિગેડના અધિકારીઓ પ્રયાસ કરી રહ્યા હતા તેવામાં એક અધિકારીએ ડિગ્બી નામના ડોગીની મદદ લેવાનું સૂચન કર્યું હતું. 

મહિલાનું ધ્યાન ભટકાવવા તેની સાથે વાત કરતાં પોલીસના ધ્યાન પર આવ્યું હતું કે પરિસ્થિતિ ધીમે-ધીમે ચિંતાજનક થઈ રહી છે અને એવામાં જ એક ક્રૂ મેમ્બરે ડિગ્બીની મદદ લેવાનું નામ સૂચવ્યું. ડિગ્બી ઘટનાસ્થળ પર પહોંચતાં જ મહિલાએ તેની તરફ જોવા નજર ફેરવી હતી અને હસી હતી. આ સકારાત્મક પ્રતિક્રિયાનો લાભ લઈને ફાયર સર્વિસ વિભાગના અધિકારીઓએ તેની સાથે વાતચીતનો દોર લંબાવ્યો.

મહિલાને નીચે ઊતરીને ડિગ્બી સાથે વાતો કરવાની ઑફર કરાતાં તે રેલિંગ પરથી નીચે ઊતરી હતી અને તેનું ધ્યાન ભટકાવવામાં સફળ રહેલા ફાયર વિભાગના અધિકારીઓ છેવટે તેને આત્મહત્યા કરતી રોકી શક્યા હતા. માનવજાત અને શ્વાન વચ્ચે ગજબનો પ્રેમ રહ્યો છે. માણસ જો શ્વાનનો જાન બચાવી શકે તો શ્વાન પણ પોતાની ફરજ ન ભૂલે એનું ઉદાહરણ આ કિસ્સો છે.

નેટિઝન્સે આત્મહત્યાનો પ્રયાસ કરતી મહિલાને રોકવામાં ડિગ્બીની ભૂમિકાને વખાણી છે. આખી પોલીસ ટીમે ડિગ્બીને તાલીમ આપનાર મૅટનો આભાર માન્યો હતો.

18 June, 2021 10:50 AM IST | England | Gujarati Mid-day Correspondent

અન્ય લેખો

ચિત્ર-વિચિત્ર

૧૨.૪૫ કરોડના આખા બંગલાને ડૂડલ્સથી કવર કર્યો

તેણે તેના બાથરૂમ, બેડરૂમ અને કિચનને પણ કવર કર્યું છે.

05 October, 2022 10:08 IST | London | Gujarati Mid-day Correspondent
ચિત્ર-વિચિત્ર

અદ્વિતીય ભારતની સુંદરતાની ઝાંકી

તેમણે આ ક્લિપને રવિવારે ટ્વિટર પર શૅર કરી હતી અને ત્યારથી એને સાડાસાત લાખથી વધારે વ્યૂઝ મળ્યા છે. 

05 October, 2022 10:01 IST | Rudraprayag | Gujarati Mid-day Correspondent
ચિત્ર-વિચિત્ર

અર્ધનારીશ્વરનું દિવ્ય ફૉર્મેશન રચાયું

શિવ અને શક્તિના સમન્વયનું સુંદર સ્વરૂપ એટલે અર્ધનારીશ્વર

05 October, 2022 09:48 IST | Gandhinagar | Gujarati Mid-day Correspondent

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK