° °

આજનું ઇ-પેપર
Wednesday, 28 July, 2021


ડૉગીએ જીવ બચાવ્યો, વૂડચકે મીઠી પપ્પી આપીને આભાર માન્યો

15 June, 2021 10:42 AM IST | America | Gujarati Mid-day Correspondent

ક્યારેક કોઈક ઘટના એવી બની જતી હોય છે જેમાં બે અજાણ્યાઓ એકમેકના દોસ્ત બની જાય છે. એમાં પણ કોઈ જ્યારે બીજાનો જીવ બચાવે ત્યારની દોસ્તી કંઈક અનોખી જ હોય છે. જાનવરોમાં પણ આવું બનતું હોય છે.

ડૉગી અને વૂડચકની દોસ્તી

ડૉગી અને વૂડચકની દોસ્તી

ક્યારેક કોઈક ઘટના એવી બની જતી હોય છે જેમાં બે અજાણ્યાઓ એકમેકના દોસ્ત બની જાય છે. એમાં પણ કોઈ જ્યારે બીજાનો જીવ બચાવે ત્યારની દોસ્તી કંઈક અનોખી જ હોય છે. જાનવરોમાં પણ આવું બનતું હોય છે. અમેરિકામાં મૅસેચુસેટ્સની આ વાત છે. લૉરેન રસેલ નામની એક મહિલા વૉલી નામના તેના ડૉગીને એક દિવસ સરોવર કિનારે ફરવા લઈ ગઈ હતી. વૉલીએ તો ભરપૂર પાણી જોઈને એમાં ઝંપલાવી જ દીધું. લૉરેને એને રોક્યો પણ નહીં અને એને પાણીમાં મોજ માણતો જોતી રહી.

થોડી વારમાં લૉરેને જોયું કે વૉલીની પીઠ પર અચાનક કોઈક પ્રાણી બેસવાની કોશિશ કરી રહ્યું હતું. એ વૂડચક (ઘૂસ - મોટા ઊંદર જેવું પ્રાણી) હતું, જે પાણીમાં બચવા માટે તરફડી રહ્યું હતું અને ઓચિંતું વૉલી પર આવીને બેસી ગયું હતું. વૉલી કિનારાથી ૧૦૦ મીટર દૂર હતું અને એણે એ જાનવરને પોતાની પીઠ પર બેસવા દીધું હતું. વૉલી એને લઈને કિનારા પર આવ્યો ત્યારે લૉરેને એકને બદલે બે પ્રાણીઓનું સ્વાગત કર્યું હતું. નવાઈ એ વાતની છે કે વૂડચકે પાણીની બહાર આવીને વૉલીનો જાણે આભાર માનતો હોય એ રીતે એને પપ્પી કરીને ચાલતી પકડી હતી. લૉરેને આખો વિડિયો વાઇરલ કર્યો હતો, જેને અસંખ્ય લાઇક્સ મળી હતી.

15 June, 2021 10:42 AM IST | America | Gujarati Mid-day Correspondent

અન્ય લેખો

ચિત્ર-વિચિત્ર

ટિપ નહોતી એટલે ગ્રાહકે ડિલિવરી બૉયને કહ્યું, પીત્ઝાનો એક ટુકડો ખાઈ લે

પ્રત્યેક ગ્રાહકો ટિપ આપવાનું પસંદ નથી કરતા. જોકે ડિલિવરી બૉય માટે ટિપની રકમ એટલી મહત્ત્વની નથી હોતી, પરંતુ મોટા ભાગનાને ગ્રાહકો પાસેથી ટિપ લેવામાં કે અન્ય મદદ લેવામાં ખચકાટ થતો હોય છે. 

27 July, 2021 04:29 IST | Mumbai | Agency
ચિત્ર-વિચિત્ર

કારના ઑટોપાઇલટે ચાંદામામાને યલો ટ્રાફિક લાઇટ માની લીધા અને કાર ધીમી પાડી દીધી

રમૂજ તો એ વાતની છે કે ચંદ્ર જ્યારે પણ કારની એ ટેક્નૉલૉજીની રેન્જમાં આવી ત્યારે યલો સિગ્નલ બતાવાયું અને ત્યારે કારની ઝડપ ધીમી પડી હતી.

27 July, 2021 04:21 IST | Mumbai | Agency
ચિત્ર-વિચિત્ર

કન્યાએ વરમાળા પહેરવાને બદલે ‘કબડ્ડી’ની સ્ટાઇલમાં વરરાજાને હંફાવ્યો

મંડપમાં ‘હુતૂતૂતૂ’ની આ રમતમાં બન્ને વચ્ચેનો સોફા હટાવાયો તો પણ કન્યા તેમના હાથમાં નહોતી આવી. થોડી વાર વરરાજાની પિદૂડી કાઢ્યા બાદ છેવટે કન્યાએ વરમાળા પહેરી લીધી હતી. 

27 July, 2021 04:16 IST | Mumbai | Agency

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK