° °

આજનું ઇ-પેપર
Thursday, 06 October, 2022


વાહ! માણસ અને પક્ષી એક જ થાળીમાં જમી રહ્યાં છે

18 June, 2021 11:01 AM IST | New Delhi
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

તાજેતરમાં મેઘરાજ દેસાળે નામના નેટિઝને સોશ્યલ નેટવર્કિંગ સાઇટ ઇન્સ્ટાગ્રામ પર માણસ અને પક્ષી એક પ્લેટમાંથી જમતાં હોય એ દૃશ્યનો વિડિયો અપલોડ કર્યો છે. એ વિડિયોના ૨૯ લાખ વ્યુઝ નોંધાયા છે

એક જ થાળીમાં જમી રહ્યાં છે માણસ અને પક્ષી

એક જ થાળીમાં જમી રહ્યાં છે માણસ અને પક્ષી

તાજેતરમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી તેમના સત્તાવાર નિવાસસ્થાને મોરને પોતાના હાથમાંથી દાણા ખવડાવતા હોય એ દૃશ્યો પ્રસાર માધ્યમોમાં મશહૂર થયાં હતાં. પોપટ, મેના, કાકાકૌઆ, કબૂતર, કાબર અને ચકલી-કાગડા જેવા પાળેલા કે આસપાસ ઊડતાં- ઊડતાં અવરજવર કરતાં પક્ષીઓ માણસો જોડે ઘરોબો ધરાવતાં હોય, વાતો કરતાં હોય અને પક્ષીઓ માણસોની સાવ બાજુમાં બેસીને ખાતાં હોય એવી ઘટનાઓ અવારનવાર આપણા ધ્યાનમાં આવી છે. તાજેતરમાં મેઘરાજ દેસાળે નામના નેટિઝને સોશ્યલ નેટવર્કિંગ સાઇટ ઇન્સ્ટાગ્રામ પર માણસ અને પક્ષી એક પ્લેટમાંથી જમતાં હોય એ દૃશ્યનો વિડિયો અપલોડ કર્યો છે. એ વિડિયોના ૨૯ લાખ વ્યુઝ નોંધાયા છે અને એને ૨.૭ લાખ લાઇક્સ મળ્યા છે. એ પોસ્ટ નીચે ૧૭૦૦ નેટિઝન્સે કમેન્ટ્સ કરી છે. નોંધપાત્ર બાબત એ છે કે એ માણસ હોટેલ-ઇટરીમાં જમી રહ્યો હતો અને તેને માટે પીરસેલી પ્લેટમાંથી પક્ષી દાણા ચણવા માંડે છે. એ માણસ પોતે તો જમે જ છે, પક્ષીને પણ જમાડે છે.
કમેન્ટ્સમાં એ અનુભવને ભવ્ય અને સમૃદ્ધ ગણાવવા સહિત અનેક રીતે પ્રશંસા કરાઈ છે.

18 June, 2021 11:01 AM IST | New Delhi | Gujarati Mid-day Correspondent

અન્ય લેખો

ચિત્ર-વિચિત્ર

૧૨.૪૫ કરોડના આખા બંગલાને ડૂડલ્સથી કવર કર્યો

તેણે તેના બાથરૂમ, બેડરૂમ અને કિચનને પણ કવર કર્યું છે.

05 October, 2022 10:08 IST | London | Gujarati Mid-day Correspondent
ચિત્ર-વિચિત્ર

અદ્વિતીય ભારતની સુંદરતાની ઝાંકી

તેમણે આ ક્લિપને રવિવારે ટ્વિટર પર શૅર કરી હતી અને ત્યારથી એને સાડાસાત લાખથી વધારે વ્યૂઝ મળ્યા છે. 

05 October, 2022 10:01 IST | Rudraprayag | Gujarati Mid-day Correspondent
ચિત્ર-વિચિત્ર

અર્ધનારીશ્વરનું દિવ્ય ફૉર્મેશન રચાયું

શિવ અને શક્તિના સમન્વયનું સુંદર સ્વરૂપ એટલે અર્ધનારીશ્વર

05 October, 2022 09:48 IST | Gandhinagar | Gujarati Mid-day Correspondent

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK