Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > ચિત્ર-વિચિત્ર > આર્ટિકલ્સ > બહેનને બચાવવા ટ્વિન સિસ્ટર મગર સાથે બાખડી પડી

બહેનને બચાવવા ટ્વિન સિસ્ટર મગર સાથે બાખડી પડી

14 June, 2021 12:01 PM IST | Britain
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

સગી બહેન જ્યારે મુસીબતમાં મુકાય ત્યારે તેની સિસ્ટર તેને એમાંથી બહાર લાવવા કોઈ કસર બાકી ન રાખે એવું આપણે ઘણી વાર જોયું-જાણ્યું હશે.

ટ્વિન સિસ્ટર

ટ્વિન સિસ્ટર


સગી બહેન જ્યારે મુસીબતમાં મુકાય ત્યારે તેની સિસ્ટર તેને એમાંથી બહાર લાવવા કોઈ કસર બાકી ન રાખે એવું આપણે ઘણી વાર જોયું-જાણ્યું હશે. અને એમાં પણ બ્રિટનનો એક કિસ્સો અનોખો છે. એક બ્રિટિશ યુવતીએ પોતાની આઇડેન્ટિકલ ટ્વિન સિસ્ટરને મગરના જડબામાંથી બચાવવા એની સાથે લડાઈ કરી હતી. સમગ્ર ઘટના મેક્સિકોના દરિયાકાંઠાની નજીક આવેલા મનિઆલટેપેક નામના ખારા પાણીના સરોવરમાં બની હતી, જ્યાં બન્ને બહેનો બોટમાં સવારી કરવા નીકળી હતી. રાતે ૧૦ વાગ્યાનો સમય હતો. ૨૮ વર્ષની મેલિસા અને તેની ટ્વિન સિસ્ટર જ્યૉર્જિયા લૉરી સરોવરમાં જ્યારે નાહતી હતી ત્યારે એક મગરે મેલિસા પર હુમલો કર્યો અને એને પાણીની સપાટીની નીચે ખેંચી ગયો.

જ્યૉર્જિયાએ જ્યારે બહેનને શોધવા બૂમ પાડી, પરંતુ એનો જવાબ ન મળતાં એની શોધવાની શરૂઆત કરી હતી. થોડી જ વારમાં તેણે બહેનને અચાનક સપાટી પર જોઈ અને તરત તેને કિનારા પર લઈ જવા લાગી. એટલામાં ફરી એક વાર મગરે હુમલો કર્યો. જ્યૉર્જિયા એને સતત મુક્કા મારતી રહી હતા. જ્યાં સુધી મગર ત્યાંથી જતો ન રહ્યો ત્યાં સુધી એને મુક્કા મારતી રહી.



સમગ્ર ઘટનામાં બન્ને બહેનો ગંભીર ઈજા પામી હતી. મેલિસા તો ડૂબતાં-ડૂબતાં બચી હતી. બન્નેને તાત્કાલિક હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે, જ્યાં મેલિસા કોમામાં સરી પડી હતી. તેનાં ફેફસાંમાં પાણી ભરાઈ ગયું હતું અને તે ઉધરસ ખાતી હતી ત્યારે લોહી નીકળતું હતું. જોકે, તે હવે કોમામાંથી બહાર આવી ગઈ છે.


જ્યૉર્જિયા પોતે ડાઇવર હોવાથી જ બહેનને બચાવી શકી હતી.


Whatsapp-channel Whatsapp-channel

14 June, 2021 12:01 PM IST | Britain | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK