° °

આજનું ઇ-પેપર
Thursday, 13 May, 2021


ઊલટી થવાના ડરથી આ બહેન 6 વર્ષથી ઘરની બહાર નથી નીકળ્યાં

04 May, 2021 11:25 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

એમિટોફોબિયા એ એક એવા પ્રકારનો ફોબિયા કે ભય છે જેમાં વ્યક્તિને સતત ઊલટી થવાનો, કોઈને ઊલટી થઈ રહી હોય એવું જોવાનો કે પછી ઊલટી જોવાનો ભય સતાવી રહ્યો હોય છે.

એમ્મા ડેવિશ

એમ્મા ડેવિશ

એમિટોફોબિયા એ એક એવા પ્રકારનો ફોબિયા કે ભય છે જેમાં વ્યક્તિને સતત  ઊલટી થવાનો, કોઈને ઊલટી થઈ રહી હોય એવું જોવાનો કે પછી ઊલટી જોવાનો ભય સતાવી રહ્યો હોય છે. આવી વ્યક્તિને ઊલટી થતાં કે એનું સેન્સેશન થતાં એક પ્રકારની બેચેની અનુભવાય છે આ ફોબિયા એટલો તીવ્ર હોય છે કે એ કેટલાક લોકોની જિંદગી જ સંપૂર્ણપણે બદલી નાખે છે. 

એમ્મા ડેવિશ નામની ૩૫ વર્ષની આ મહિલા છેલ્લા એક દસકાથી એમેટોફોબિયાથી પીડાય છે. ઊલટીના તીવ્ર ફોબિયાને કારણે તે છેલ્લાં ૬ વર્ષથી ઘરની બહાર પણ નથી નીકળી શક્યાં. એમ્મા કહે છે કે તે ઘરમાં જ હોવા છતાં ઘણી વાર તેને પૅનિક અટૅક આવતા હોય છે. ઘણા લોકોને બીમાર થવાનો ભય લાગતો હોય છે.

આ ડિપ્રેશનને લીધે તેઓ પોતાની રૂમની બહાર પણ નથી નીકળી શક્યાં. નાનપણથી જ તેમને ઊલટી પ્રત્યે ભારે સૂગ હતી, પરંતુ લગભગ ૧૨ વર્ષથી તેમનો ફોબિયા તીવ્ર બની ગયો છે. 

એમ્મા જણાવે છે કે શરૂઆતમાં તેમને કામના સ્થળે પૅનિક અટૅક આવતા હતા, ત્યાર બાદ બસમાં ઑફિસ જતાં અને ઘરે પાછાં આવતાં પણ તેમને ઊલટીનો ભય સતાવવા લાગ્યો હતો એને પરિણામે તેમણે નોકરી છોડવી પડી. એક સમય એવો પણ આવ્યો કે તેમને એક જ દિવસમાં છ પૅનિક અટૅક આવવા લાગ્યા. ઘણા ઉપચાર નિરર્થક નીવડ્યા છે.

04 May, 2021 11:25 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

અન્ય લેખો

ચિત્ર-વિચિત્ર

ટેક્સસમાં બંગલો પાસે બેન્ગાલ ટાઇગર આવી ચડ્યો

અમેરિકાના ટેક્સસના હ્યુસ્ટનમાં ઇવી વૉલ ડ્રાઇવ વિસ્તારમાં એક નાગરિકે લગભગ રાત્રે આઠ વાગ્યે તેના પાડોશીના ઘરમાં ગળામાં પટ્ટો પહેરેલો એક વાઘ ફરી રહેલો જોયો હતો.

13 May, 2021 10:14 IST | America | Gujarati Mid-day Correspondent
ચિત્ર-વિચિત્ર

કેરલાના ક્રિકેટર-હાથીની ફટકાબાજી

હાથીને ફુટબૉલ રમતો આપણે ઘણી ફિલ્મોમાં કે તસવીરોમાં જોયો છે, પણ દેશની સૌથી લોકપ્રિય રમત ક્રિકેટમાં ફટકાબાજી કરતો નથી જોયો. જોકે કેરલામાં તાજેતરમાં કેટલાક લોકો સાથે ક્રિકેટ રમતા હાથીની તસવીરો અને વિડિયો ખૂબ વાઇરલ થયા છે.

13 May, 2021 11:02 IST | Kerala | Gujarati Mid-day Correspondent
ચિત્ર-વિચિત્ર

રશિયામાં બાળકોને ટેડી બેર, રમકડાં અને ફૂલો સાથે અંજલિ

રશિયાના કઝાન શહેરની એક સ્કૂલમાં મંગળવારે થયેલા શૂટઆઉટમાં મૃત્યુ પામેલાં બાળકોને ગઈ કાલે તેમના સ્નેહીજનોએ મૉસ્કો ખાતેની એક સરકારી ઑફિસની બહાર ટેડી બેર, રમકડાં અને ફૂલો સાથે અંજલિ આપી હતી.

13 May, 2021 10:46 IST | Russia | Gujarati Mid-day Correspondent

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK