° °

આજનું ઇ-પેપર
Tuesday, 27 July, 2021


યુવતીએ 9 કલાકમાં 7500 સિક્કાથી કરી નાખ્યું કિચનનું રિનોવેશન

18 June, 2021 10:37 AM IST | England | Gujarati Mid-day Correspondent

મહિલાઓએ લાંબો વખત રસોડામાં રહેવું પડે અને કોરોના રોગચાળાના વખતમાં તો ઘરની બહાર નીકળવું મુશ્કેલ હોય ત્યારે તો અનિવાર્યપણે લાંબો વખત રસોડામાં પસાર કરવાનો જ થાય.

૪૯ વર્ષની બિલી જો વેલ્સ્બીએ 7500 સિક્કાથી કરી નાખ્યું કિચનનું રિનોવેશન

૪૯ વર્ષની બિલી જો વેલ્સ્બીએ 7500 સિક્કાથી કરી નાખ્યું કિચનનું રિનોવેશન

મહિલાઓએ લાંબો વખત રસોડામાં રહેવું પડે અને કોરોના રોગચાળાના વખતમાં તો ઘરની બહાર નીકળવું મુશ્કેલ હોય ત્યારે તો અનિવાર્યપણે લાંબો વખત રસોડામાં પસાર કરવાનો જ થાય. કંટાળો પણ ખૂબ આવતો હોય. એક જ પ્રકારની દીવાલો જોઈ-જોઈને મન મુરઝાઈ જતું હોય ત્યારે ઉપાય શો કરવો? ઇંગ્લૅન્ડના લેન્કેશર પ્રાંતના બર્ન્લી ક્ષેત્રની રહેવાસી ૪૯ વર્ષની બિલી જો વેલ્સ્બીએ કમાલનું કામ કર્યું.

બિલીએ રસોડાની બે દીવાલો પર ૧ પેન્સના ૭૫૦૦ તાંબાના સિક્કા ચોંટાડ્યા. તેને ૭૫ પાઉન્ડ એટલે કે લગભગ ૭૭૬૩ રૂપિયાનો ખર્ચ થયો. ફક્ત એ સિક્કાની કિંમતનો એ ખર્ચ હતો. એ મહિલાએ રસોડાની સજાવટની તસવીરો-વિડિયો ફેસબુક જેવી સોશ્યલ નેટવર્કિંગ સાઇટ્સ પર અપલોડ કર્યા પછી નેટિઝન્સે એ ક્રીએટિવિટીની જબ્બર પ્રશંસા કરી હતી.

18 June, 2021 10:37 AM IST | England | Gujarati Mid-day Correspondent

અન્ય લેખો

ચિત્ર-વિચિત્ર

ટિપ નહોતી એટલે ગ્રાહકે ડિલિવરી બૉયને કહ્યું, પીત્ઝાનો એક ટુકડો ખાઈ લે

પ્રત્યેક ગ્રાહકો ટિપ આપવાનું પસંદ નથી કરતા. જોકે ડિલિવરી બૉય માટે ટિપની રકમ એટલી મહત્ત્વની નથી હોતી, પરંતુ મોટા ભાગનાને ગ્રાહકો પાસેથી ટિપ લેવામાં કે અન્ય મદદ લેવામાં ખચકાટ થતો હોય છે. 

27 July, 2021 04:29 IST | Mumbai | Agency
ચિત્ર-વિચિત્ર

કારના ઑટોપાઇલટે ચાંદામામાને યલો ટ્રાફિક લાઇટ માની લીધા અને કાર ધીમી પાડી દીધી

રમૂજ તો એ વાતની છે કે ચંદ્ર જ્યારે પણ કારની એ ટેક્નૉલૉજીની રેન્જમાં આવી ત્યારે યલો સિગ્નલ બતાવાયું અને ત્યારે કારની ઝડપ ધીમી પડી હતી.

27 July, 2021 04:21 IST | Mumbai | Agency
ચિત્ર-વિચિત્ર

કન્યાએ વરમાળા પહેરવાને બદલે ‘કબડ્ડી’ની સ્ટાઇલમાં વરરાજાને હંફાવ્યો

મંડપમાં ‘હુતૂતૂતૂ’ની આ રમતમાં બન્ને વચ્ચેનો સોફા હટાવાયો તો પણ કન્યા તેમના હાથમાં નહોતી આવી. થોડી વાર વરરાજાની પિદૂડી કાઢ્યા બાદ છેવટે કન્યાએ વરમાળા પહેરી લીધી હતી. 

27 July, 2021 04:16 IST | Mumbai | Agency

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK