Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > ચિત્ર-વિચિત્ર > આર્ટિકલ્સ > લાહોરનો હેરડ્રેસર ખતરનાક હથિયારોથી વાળ કાપે છે

લાહોરનો હેરડ્રેસર ખતરનાક હથિયારોથી વાળ કાપે છે

15 May, 2021 11:00 AM IST | Lahore
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

લાહોરનો પેલો બાહોશ હેરડ્રેસર ઘરાકોના વાળ કાપવા માટે સોલ્ડરિંગમાં વપરાતી બ્લો ટૉર્ચ, માંસના ટુકડા કરવાનો છરો અને તૂટેલા કાચ જેવાં સાધનોનો ઉપયોગ કરે છે.

વાળંદ

વાળંદ


કોઈ પણ માણસ પોતાના ધંધાના હંમેશના કામ માટે પરંપરાગત સાધનો-યંત્રોનો ઉપયોગ કરવાનું છોડી શકતો નથી. કોઈને એવું કરવાનો વિચાર આવે તો સામે તેની ઘરાકી પર કેવી અસર થશે એનો પણ વિચાર આવે. પોતાના ક્ષેત્ર માટે નવાં હથિયારો-સાધનોની વાત નથી, પરંતુ માણસો જેનાથી ડરી જાય એવી શક્યતા હોય એવાં સાધનોનો ઉપયોગ કરવાનું વિચારે તેને જબરો હિંમતવાન કહેવાય. લાહોરમાં રહેતો એક હેરડ્રેસર ‘અલી અબ્બાસ’ એવો હિંમતવાન છે. 

સામાન્ય રીતે હેર-કટિંગ અને હેર-ડ્રેસિંગ માટે કાંસકો, કાતર, અસ્ત્રો વગેરે સાધનો અને તેમનાં ઑટોમૅટેડ વર્ઝન્સ દુનિયાના સસ્તાં અને મોંઘાં સલૂન્સમાં વપરાય છે, પરંતુ લાહોરનો પેલો બાહોશ હેરડ્રેસર ઘરાકોના વાળ કાપવા માટે સોલ્ડરિંગમાં વપરાતી બ્લો ટૉર્ચ, માંસના ટુકડા કરવાનો છરો અને તૂટેલા કાચ જેવાં સાધનોનો ઉપયોગ કરે છે. કોવિડ રિસ્ટ્રિક્શન્સ વચ્ચે પણ અલી અબ્બાસના સલૂનમાં વાળ કપાવવા માટે લાઇન લાગે છે. તેણે થોડા મહિના કૃત્રિમ વાળ પર આ સાધનો વડે પ્રૅક્ટિસ કરી. જરા કૉન્ફિડેન્સ આવ્યો એટલે એક ઘરાક પર આજમાઈશ કરી. ઘરાકને હેર-કટિંગ સારું લાગ્યું. ત્યાર પછી તો ભાઈની ચલ પડી... દાઢી કે મૂછના ટ્રીમિંગ માટે બ્લો ટૉર્ચ ઉપાડે ત્યારે સહેજ ડર કે ખચકાટ અનુભવાય, પરંતુ તેનું કામ પર્ફેક્ટ હોય છે. ૨૦૧૬માં શરૂઆત કર્યા પછી અલી અબ્બાસ ફૅશન-શૂટ્સ અને ટીવી-પ્રોગ્રામ્સમાં પણ સામેલ થઈ ચૂક્યો છે.


Whatsapp-channel Whatsapp-channel

15 May, 2021 11:00 AM IST | Lahore | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK