° °

આજનું ઇ-પેપર
Wednesday, 04 August, 2021


હથેળીમાં સમાઈ જાય એવી આ રોલ્સ રૉયસની કિંમત છે 20.29 લાખ રૂપિયા

03 June, 2020 09:45 AM IST | America | Gujarati Mid-day Correspondent

હથેળીમાં સમાઈ જાય એવી આ રોલ્સ રૉયસની કિંમત છે 20.29 લાખ રૂપિયા

મિનિએચર રોલ્સ રૉયસ

મિનિએચર રોલ્સ રૉયસ

ભવ્ય અને વૈભવી મોટરકારનો શોખ હોય અને રોલ્સ રૉયસ કાર ખરીદવા માટે ૩.૩૦ લાખ ડૉલર (અંદાજે ૨.૪૮ કરોડ રૂપિયા) ખર્ચવાની ક્ષમતા ન હોય તો તેમને માટે રોલ્સ રૉયસનું મિનિએચર પણ ઉપલબ્ધ છે. એમાં વપરાયેલાં બધાં સાધનો અને બધી સજાવટ ઓરિજિનલ રોલ્સ રૉયસ જેવી જ હોય છે, પરંતુ એ મિનિએચરની કિંમત પણ અમેરિકાની સર્વસામાન્ય કાર કરતાં વધુ છે. મિનિએચરની કિંમત ૨૭,૦૦૦ ડૉલર એટલે કે ૨.૨૯ લાખ રૂપિયા જેટલી થાય છે. સામાન્ય રીતે કોઈ કારના મિનિએચરની આટલી બધી કિંમત ન હોય, પરંતુ આ તો રોલ્સ રૉયસનું મિનિએચર છે. રોલ્સ રૉયસના નિષ્ણાતોએ કુલ ૪૫૦ કલાકની જહેમતે અલગ-અલગ ૧૦૦૦ પાર્ટ્સ બહુ સાવચેતી અને નજાકતથી એસેમ્બલ કર્યા હોય છે. રોલ્સ રૉયસ મિનિએચર ૪૦,૦૦૦ જુદા-જુદા રંગમાં અને જુદા-જુદા કદ અને આકારમાં ઉપલબ્ધ હોય છે. એ મિનિએચર ૨૬ સેન્ટિમીટર લાંબા, 10 સેન્ટિમીટર પહોળા અને ૯ સેન્ટિમીટર ઊંચાં છે. પ્લીન્થ માઉન્ટેડ ગ્લોસ બ્લૅક બેઝવાળા એક મીટર લાંબા ડિસ્પ્લે કેસમાં મળે છે. તમારી કાર સાથે મૅચિંગ વર્ઝન ધરાવતું મિનિએચર પણ ઉપલબ્ધ હોય છે. 

03 June, 2020 09:45 AM IST | America | Gujarati Mid-day Correspondent

અન્ય લેખો

ચિત્ર-વિચિત્ર

૧૯ વર્ષની ટીનેજર ૬૭ વર્ષના દાદા જેવડી ઉંમરના પુરુષને પરણી

૧૯ વર્ષની આ ટીનેજરને ૬૭ વર્ષના ખેડૂત સાથે પ્રેમ થઈ ગયો ત્યારે છોકરીના પરિવારે જોરદાર વાંધો ઉઠાવ્યો હતો

04 August, 2021 10:38 IST | Haryana | Gujarati Mid-day Correspondent
ચિત્ર-વિચિત્ર

પૂરથી પરેશાન વરરાજા પૅન્ટ કાઢીને પાણીમાં ચાલ્યો અને લગ્નસ્થળે પહોંચ્યો

જાનૈયાઓએ પણ દુલ્હારાજાને અનુસરીને સમય સાચવી લીધો હતો

04 August, 2021 10:33 IST | Farrukhabad | Gujarati Mid-day Correspondent
ચિત્ર-વિચિત્ર

કન્યા લગ્નનાં મંડપમાં પણ પુશઅપ્સ કરવાનું ન ચૂકી

મૉડલ અને ડાયેટિશ્યન આના અરોરાએ વ્યાયામ દ્વારા આરોગ્ય જાળવવાનું મહત્ત્વ સમજાવવા માટે સરસમજાનો વિડિયો સોશ્યલ નેટવર્કિંગ સાઇટ ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કર્યો હતો

04 August, 2021 10:23 IST | New Delhi | Gujarati Mid-day Correspondent

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK