જપાનના નાટો શહેરના અધિકારીઓએ સરકારે કોરોના માટે આપેલા રાહત ફન્ડમાંથી ૨,૫૦,૦૦૦ ડૉલર (અંદાજે ૧.૮ કરોડ રૂપિયા)ના ખર્ચે ૧૦ ભુજાવાળું ગોકળગાય જેવું એક દરિયાઈ પ્રાણીનું વિશાળ પૂતળું બનાવ્યું છે
એ.એફ.પી.
જપાનના નાટો શહેરના અધિકારીઓએ સરકારે કોરોના માટે આપેલા રાહત ફન્ડમાંથી ૨,૫૦,૦૦૦ ડૉલર (અંદાજે ૧.૮ કરોડ રૂપિયા)ના ખર્ચે ૧૦ ભુજાવાળું ગોકળગાય જેવું એક દરિયાઈ પ્રાણીનું વિશાળ પૂતળું બનાવ્યું છે, જે ૧૩ ફુટ ઊંચું અને ૨૯.૫ ફુટ લાંબું છે. સ્થાનિક અધિકારીઓએ જણાવ્યા પ્રમાણે આ પૂતળાને કારણે પ્રવાસન ઉદ્યોગને લાભ થશે. સ્થાનિક લોકો સ્કિવટ નામના આ દરિયાઈ પ્રાણીની ઘણી લહેજત માણતા હોય છે.