Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > ચિત્ર-વિચિત્ર > આર્ટિકલ્સ > બાથરૂમમાં અરીસા પાછળથી મળી સીક્રેટ રૂમ : મહિલા સ્તબ્ધ

બાથરૂમમાં અરીસા પાછળથી મળી સીક્રેટ રૂમ : મહિલા સ્તબ્ધ

07 March, 2021 07:15 AM IST |

બાથરૂમમાં અરીસા પાછળથી મળી સીક્રેટ રૂમ : મહિલા સ્તબ્ધ

સમાન્થા હાર્ટસો

સમાન્થા હાર્ટસો


સમાન્થા હાર્ટસો નામની ટિકટૉક-યુઝરના જીવનમાં ‘પૅરેસાઇટ’ ફિલ્મ જેવી ઘટના વાસ્તવમાં બની હતી, જે તેણે ચાર હિસ્સામાં ટિકટૉક પર શૅર કરી હતી. સમાન્થા હાર્ટસોને પોતાના બાથરૂમના અરીસામાંથી ઠંડી હવા આવતી હોવાનો અનુભવ થયો હતો. જિજ્ઞાસાવશ કાચ હટાવતાં એમાં એક નાની ચોરસ બારી દેખાઈ હતી અને એની પાછળ તેને એક સીક્રેટ રૂમ જોવા મળી હતી.

વિડિયોમાં તે કહેતી જણાય છે કે મારે આ સીક્રેટ રૂમમાં અંદર જઈને જોવું છે કે હકીકતમાં અંદર છે શું? સમાન્થા હાર્યસો સાથે તેના આ સાહસમાં બીજા બે જણ પણ જોડાયા હતા.



નાનકડી ચોરસ બારીમાંથી બીજી તરફ ઊતરીને જોતાં એક આખો અપાર્ટમેન્ટ મળી આવ્યો હતો, જેમાં સમારકામ ચાલી રહ્યું હતું. સમાન્થા હાર્ટસો બાથરૂમના કાચ પાછળની બારીની બહાર ઊતરીને સીક્રેટ રૂમ સાથે અટેચ્ડ અપાર્ટમેન્ટમાં ફરીને સુરક્ષિત પાછી ઘરમાં આવી ગઈ હતી. તેના વિડિયોને નેટિઝન્સે બહોળો પ્રતિસાદ આપ્યો છે.


Whatsapp-channel Whatsapp-channel

07 March, 2021 07:15 AM IST |

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK