Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > ચિત્ર-વિચિત્ર > આર્ટિકલ્સ > પંજાબણે કોર્ટને કહ્યું, ‘પ્રિન્સ હૅરીએ લગ્ન કરવાનું મને વચન આપેલું’

પંજાબણે કોર્ટને કહ્યું, ‘પ્રિન્સ હૅરીએ લગ્ન કરવાનું મને વચન આપેલું’

14 April, 2021 08:44 AM IST | Chandigarh
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

તેના જવાબમાં પંજાબ-હરિયાણા હાઈ કોર્ટે આ કહ્યું...

બ્રિટનના પ્રિન્સ હૅરી

બ્રિટનના પ્રિન્સ હૅરી


પંજાબની પલવિન્દર સિંહ નામની એક વકીલ મહિલાએ ચંડીગઢ હાઈકોર્ટમાં અરજી કરીને કહ્યું કે ‘‘બ્રિટનના પ્રિન્સ હૅરીએ મને લગ્ન કરવાનું વચન આપ્યું છે.તેને વૉરન્ટ બહાર પાડીને યુ.કેની પોલીસની મદદથી અહીં લઈ આવો અને મારી જોડે પરણાવો.’’ તેના જવાબમાં પંજાબ-હરિયાણા હાઈ કોર્ટના જસ્ટીસ અરવિંદસિંહ સાંગવાને કહ્યું હતું કે ‘ફેસબુક અને ટ્વિટર જેવી સોશ્યલ મીડિયાની સાઇટ્સ પર ફેક આઇડી ધરાવતા કોઈ માણસની સાથે ચૅટિંગ કર્યું હશે અને તેમાં તેને પ્રિન્સ હૅરી તેની જોડે પરણવા ઇચ્છતા હોવાની ગેરસમજ થઈ હશે. આ મહિલાનો પ્રિન્સ હૅરી પંજાબના કોઈ સાઇબર કૅફેમાં બેઠો હશે અને પોતાને માટે ‘સુકન્યા’ શોધતો હશે. આ ધોળે દિવસે સપનાં જોવાનો કિસ્સો જણાય છે. આવી વાતોને માની ન શકાય, આ અરજી રદબાતલ કરવામાં આવે છે.’’


Whatsapp-channel Whatsapp-channel

14 April, 2021 08:44 AM IST | Chandigarh | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK