Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > ચિત્ર-વિચિત્ર > આર્ટિકલ્સ > લાખો રૂપિયાના ડાયમંડ ગળી ગયો ડૉગી, ઑપરેશન કર્યું તો પેટમાંથી મળી આ ચીજો

લાખો રૂપિયાના ડાયમંડ ગળી ગયો ડૉગી, ઑપરેશન કર્યું તો પેટમાંથી મળી આ ચીજો

30 June, 2020 04:47 PM IST | Pune
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

લાખો રૂપિયાના ડાયમંડ ગળી ગયો ડૉગી, ઑપરેશન કર્યું તો પેટમાંથી મળી આ ચીજો

પ્રતીકાત્મત તસવીર

પ્રતીકાત્મત તસવીર


ડાયમંડનું નામ સાંભળતાં જ કોઈ પણ મહિલાની આંખોમાં ચમક આવી જાય છે. જે પણ મહિલાને ડાયમંડના ઘરેણાં મળી જાય તે ઘણા ભાગ્યશાળી ગણાય છે. પણ વિચારો કે તમે ડાયમંડ ખરીદો અને તે તમારો ડૉગી ગળી જાય તો તમે શું કરશો?. સાંભળીને જ હોંશ ઉડી જશે. જી હાં, પુણેમાંથી એક એવો કેસ સામે આવ્યો છે, કે લાખો રૂપિયાના હીરા પણ ડૉગી ગળી ગયો છે.

પુણેના એક હીરાના વેપારીનો ડૉગી બે ડાયમંડ ગળી ગયો છે. આ ડાયમંડની કિંમત લગભગ દોઢ લાખ રૂપિયા છે. શ્વાને હીરા ગળ્યા બાદ લોકો ઘણા ગભરાઈ ગયા. આ ઘટના બાદ વેપારી તરત ડૉગીને હોસ્પિટલ લઈ ગયા.



પેટમાં ફક્ત હીરા નહીં પણ હતું આ બધી વસ્તુ પણ મળી


હોસ્પિટલમાં જ્યારે શ્વાનનું ઓપરેશન કરાયું ત્યારે તેમાં ડોક્ટરોને જે મળ્યું તેનાથી બધા હેરાન થઈ ગયા. તેમને શ્વાનના પેટમાંથી 2 હીરા સહિત સોય, કોટના 2 બટન, રબરનો તાર અને કેટલાક દોરા પણ મળ્યા હતા.

શા માટે હીરો ગળી ગયો શ્વાન


આખરે એવું તો શું થયું કે શ્વાન હીરો ગળી ગયો. ડોક્ટર્સનું કહેવું છે કે હીરાની ચમક જોઈને તે હીરા તરફ આકર્ષિત થયો હશે. હાલમાં શ્વાન સાજો થઈ ચૂક્યો છે. માલિક તેને ઘરે પાછો પણ લઈ ગયા છે. ડોક્ટર્સનું કહેવું છે કે શક્ય છે કે શ્વાન ચમકતી ચીજોથી આકર્ષિત થતો હોય. આ માટે તે સોય, રબર, કોટના બટન ખાતો હશે. જો તે શ્વાન આ ચીજો ચાવી શકતો નથી પણ તે ગળી ગયો છે. આ દરેક ચીજોને હાલમાં ઓપરેશનથી કાઢી લેવામાં આવી છે અને ડૉગી તંદુરસ્ત છે.

Whatsapp-channel Whatsapp-channel

30 June, 2020 04:47 PM IST | Pune | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK