° °

આજનું ઇ-પેપર
Monday, 02 August, 2021


ઓસામા બિન લાદેન નામના ખૂનખાર મગરમચ્છે પણ ખૂબ આતંક મચાવેલો

15 June, 2021 10:30 AM IST | Uganda | Gujarati Mid-day Correspondent

૭૫ વર્ષના મનાતા ૧૬ ફુટના એક મગરમચ્છે એ ગામમાં ૧૯૯૧થી ૨૦૦૫ સુધી એટલે કે લગભગ ૧૪ વર્ષ સુધી આતંક મચાવ્યો હતો.

૭૫ વર્ષના મનાતા ૧૬ ફુટના એક મગરમચ્છે ૧૪ વર્ષ સુધી આતંક મચાવ્યો હતો.

૭૫ વર્ષના મનાતા ૧૬ ફુટના એક મગરમચ્છે ૧૪ વર્ષ સુધી આતંક મચાવ્યો હતો.

ઓસામા બિન લાદેન નામના દુનિયાના સૌથી ખૂનખાર આતંકવાદીને અમેરિકાએ મારી નાખ્યો એને વર્ષો વીતી ગયાં, પરંતુ તેનું નામ થોડા-થોડા સમયે કોઈ ને કોઈ રીતે ચર્ચાતું રહે છે. આ વાત યુગાન્ડાના એક ગામની છે જે થોડા દિવસથી ચર્ચામાં છે. ૭૫ વર્ષના મનાતા ૧૬ ફુટના એક મગરમચ્છે એ ગામમાં ૧૯૯૧થી ૨૦૦૫ સુધી એટલે કે લગભગ ૧૪ વર્ષ સુધી આતંક મચાવ્યો હતો. સ્થાનિક લોકોએ એને ઓસામા બિન લાદેન નામ આપ્યું હતું. તળાવમાં પાણી ભરવા આવતાં નાતાં બાળકો પર હુમલો કરવો, પાણીની નીચે તરતા રહીને બોટ ઊથલાવી દેવી એવી બધી એની હરકતોથી ગામના લોકો ત્રાહિમામ્ પોકારી ગયા હતા. આ ૧૪ વર્ષોમાં ઓસામા બિન લાદેને ગામની લગભગ એક દસમાંશ વસ્તી એટલે કે ૮૦ જેટલા ગામવાસીઓને મોતના મુખમાં પહોંચાડ્યા હતા. એક સમયે તો એણે માછીમારની લાકડાની બોટ પર બેઠેલા પ્રવાસીઓ પર હુમલો કરવા બોટ પર જમ્પ પણ માર્યો હતો. ૨૦૦૫માં ગામ લોકોએ સાથે મળીને એસઓએસની અપીલ મૂક્યા બાદ વાઇલ્ડ લાઇફના અધિકારીઓ અને ૫૦ જેટલા સ્થાનિક લોકોની મદદથી લાદેનને પકડવામાં આવ્યો હતો. ગામના લોકોની ઇચ્છા એને ખતમ કરવાની હતી, પરંતુ વાઇલ્ડલાઇફના અધિકારીઓએ મગરમચ્છની પ્રજાતિ વધારવા એને યુગાન્ડાના મગરમચ્છના માલિકોને સોંપી દીધો હતો.

15 June, 2021 10:30 AM IST | Uganda | Gujarati Mid-day Correspondent

અન્ય લેખો

ચિત્ર-વિચિત્ર

વાંદરાને ગમી ગઈ પ્રિન્સિપાલની ખુરસી

સ્ટાફના લોકોએ પ્રિન્સિપાલની ખુરસી પર અડ્ડો જમાવીને બેઠેલા વાંદરાને બહાર કાઢવા ઘણા પ્રયાસ કર્યા હતા

01 August, 2021 11:37 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ચિત્ર-વિચિત્ર

આ બિલાડીને તો ઑલિમ્પિક્સ જોવાનો જલસો પડી ગયો

વૈશ્વિક રમતોત્સવ માટેનાં આકર્ષણ અને અહોભાવ કોઈ પણ સંજોગોમાં અસાધારણ હોય છે

01 August, 2021 11:36 IST | Tokyo | Gujarati Mid-day Correspondent
ચિત્ર-વિચિત્ર

ટેક્સસના ૭.૫ કરોડ રૂપિયાના ઘરમાં બેડરૂમ નથી અને બારીઓ પણ છે બનાવટી

બહારથી જોતાં સામાન્ય દેખાતા ઘરની અંદર બારી વગરના ઓરડા, એક પણ બેડરૂમ ન હોય અને વખારના ચોકઠા જેવી રૂમ્સ છે

01 August, 2021 11:34 IST | Texas | Gujarati Mid-day Correspondent

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK