Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > ચિત્ર-વિચિત્ર > આર્ટિકલ્સ > પત્ની પ્રેગ્નન્ટ થઈ ગઈ એ માટે પોતાની પાળેલી બિલાડીને જવાબદાર ઠેરવી

પત્ની પ્રેગ્નન્ટ થઈ ગઈ એ માટે પોતાની પાળેલી બિલાડીને જવાબદાર ઠેરવી

21 July, 2020 07:30 AM IST | New Delhi
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

પત્ની પ્રેગ્નન્ટ થઈ ગઈ એ માટે પોતાની પાળેલી બિલાડીને જવાબદાર ઠેરવી

બિલાડી

બિલાડી


પાળેલા પ્રાણીઓ નિરસ જીવનમાં રસ અને મસ્તી ભરી દેવાનું કામ કરતા હોય છે, પણ ક્યારેક તેમના કારનામાંઓ સાંભળીએ તો નવાઈ લાગે. સોશ્યલ મીડિયા પ્લૅટફૉર્મ રેડિટ પર પ્લેટોનિક વન નામે અકાઉન્ટ ધરાવતી વ્યક્તિએ પોતાની પત્ની પાળેલી બિલાડીને કારણે પ્રેગ્નન્ટ થઈ ગઈ હોવાનો દાવો કર્યો છે. ભાઈનું કહેવું છે કે પોતે અને પત્નીએ તો નક્કી કરેલું કે હાલમાં કોરોનાનો રોગચાળો ચાલે છે ત્યાં સુધી બાળકનું પ્લાનિંગ કરવાનું જોખમી છે. તેમણે નક્કી કરેલું કે રોગચાળો શમે એ પછી આવતા વર્ષે બાળક માટે વિચારીશું. એ જ કારણોસર તેઓ નિયમિત પ્રોટેક્શન વાપરતા હતા. એમ છતાં તેની વાઇફ પ્રેગ્નન્ટ થઈ ગઈ. આવું કઈ રીતે સંભવ બન્યું? હકીકત તો ખબર નથી, પરંતુ સોશ્યલ મીડિયામાં થયેલા દાવા મુજબ પતિદેવનું કહેવું હતું કે બિલાડીએ ટેબલ પર પડેલાં કૉન્ડોમનાં પૅકેટ્સને દાંતેથી ચાવ્યા હોવાથી એમાં કાણાં પડી ગયેલાં જેની તેમને ખબર જ નહોતી. આવું કાણાવાળું પ્રોટેક્શન વાપરવાને કારણે તેમનો પ્લાન ઊંધો વળી ગયો અને પત્ની પ્રેગ્નન્ટ થઈ ગઈ.


Whatsapp-channel Whatsapp-channel

21 July, 2020 07:30 AM IST | New Delhi | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK