Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > ચિત્ર-વિચિત્ર > આર્ટિકલ્સ > ‘મમતા બૅનરજી’નાં સોશ્યલિઝમ સાથે લગ્ન

‘મમતા બૅનરજી’નાં સોશ્યલિઝમ સાથે લગ્ન

14 June, 2021 11:10 AM IST | Tamil Nadu
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

પશ્ચિમ બંગાળનાં મુખ્ય પ્રધાન મમતા બૅનરજી અપરિણીત છે અને જો અચાનક કોઈ તમને કહે કે ‘મમતા બૅનરજીનાં લગ્ન થયાં’ તો તમને નવાઈ જરૂર લાગે, ખરુંને?

કપલ

કપલ


પશ્ચિમ બંગાળનાં મુખ્ય પ્રધાન મમતા બૅનરજી અપરિણીત છે અને જો અચાનક કોઈ તમને કહે કે ‘મમતા બૅનરજીનાં લગ્ન થયાં’ તો તમને નવાઈ જરૂર લાગે, ખરુંને? નવાઈ લાગે જ. આ સમાચાર જ ચોંકાવી દેનારા કહેવાય. જોકે વાત એવી છે કે તામિલનાડુના સાલેમ શહેરમાં પી. મમતા બૅનરજી નામની એક યુવતી છે જેના ડાબેરી વિચારધારા ધરાવતા પશ્ચિમ બંગાળના રાજકારણી (જેનું નામ સોશ્યલિઝમ છે તેની) સાથે લગ્ન થવાનાં છે એવી વાત થોડા દિવસથી ચર્ચાતી હતી અને ગઈ કાલે તેઓ બન્ને જણ લગ્નગ્રંથિથી જોડાઈ ગયાં હતાં.

કેવો ચોકઠું બેસી ગયું એ તો જુઓ! પી. મમતા બૅનરજીનું આ નામ તેના દાદાએ બંગાળનાં મુખ્ય પ્રધાન અને તૃણમૂલ કૉન્ગ્રેસનાં ચીફ મમતા બૅનરજીના નામ પરથી પાડ્યું હતું. યોગાનુયોગ પી. મમતા બૅનરજીનાં લગ્ન એવી વ્યક્તિ (સોશ્યલિઝમ) સાથે થયાં જે પોતે ડાબેરી વિચારસરણી ધરાવતા સમાજવાદી નેતા છે.



આ લગ્નનું આમંત્રણ જેમને પણ મોકલવામાં આવ્યું હતું તેમને કન્યા અને વર બન્નેનાં સાથે નામ વાંચીને નવાઈ લાગી હતી. કેટલાકને થયું હતું કે કંકોતરી છાપવામાં ભૂલ થઈ ગઈ છે કે શું? સોશ્યલિઝમના પરિવારજનો સામ્યવાદી પક્ષના અને પી. મમતા બૅનરજીના પરિવારજનો કૉન્ગ્રેસના ફૉલોઅર્સ છે. સોશ્યલિઝમના બે ભાઈઓનાં નામ કમ્યુનિઝમ અને લેનિનીઝમ છે.


Whatsapp-channel Whatsapp-channel

14 June, 2021 11:10 AM IST | Tamil Nadu | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK