° °

આજનું ઇ-પેપર
Tuesday, 15 June, 2021


દરજીએ સીવી દીધી નાની અન્ડરવિયર, તો એ વ્યક્તિએ કરી પોલીસમાં ફરિયાદ

18 July, 2020 04:22 PM IST | Madhya Pradesh | Gujarati Mid-day Online Correspondent

દરજીએ સીવી દીધી નાની અન્ડરવિયર, તો એ વ્યક્તિએ કરી પોલીસમાં ફરિયાદ

ફાઈલ તસવીર

ફાઈલ તસવીર

હાલ કોરોના વાઈરસે આખા દેશમાં આતંક ફેલાવી રાખ્યો છે અને પૉઝિટીવ કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. સરકારે કરેલા લૉકડાઉનની જાહેરાત બાદ પણ લોકો ઘરની બહાર નીકળી રહ્યા છે અને સરકારના નિયમોનું ઉલ્લંઘન કરી રહ્યા છે. એવી જ રીતે મધ્ય પ્રદેશની રાજધાની ભોપાલમાં એવી ઘટના ઘટી, જે જોઈને દરેક લોકો આશ્ચર્યચકિત થઈ ગયા છે.

ભોપાલમાં એક વ્યક્તિની અન્ડરવિયર દરજીએ નાની બનાવી દીધી, તો તેણે દરજી વિરૂદ્ધ ફરિયાદ પોલીસ સ્ટેશનમાં કરી દીધી. તેણે પોલીસને દરજી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ કરી છે. આ મામલો હબીબગંજ પોલીસ સ્ટેશનનો છે.

ભોપાલના ભીમ નગરનો રહેવાસી કૃષ્ણકુમાર દુબેએ અન્ડરવિયર સીવડાવવા માટે બે મીટર કપડુ આપ્યું હતું. એના મુજબ દરજીએ અન્ડરવિયર નાની બનાવી દીધી. દરજીએ જ્યારે મોટી અન્ડરવિયર બનાવવાની ના પાડી દીધી, ત્યારે તે વ્યક્તિ પોલીસ સ્ટેશન એની ફરિયાદ કરવા પહોંચી ગયો.

પોલીસને આપેલી અરજીમાં વ્યક્તિએ લખ્યું છે કે, 5 નંબર પર નાળા પાસે, ઘરઘંટીવાળા પાસે એક ફોટોની દુકાન વચ્ચે એક દરજીની દુકાન છે. મેં એને 2 મીટર કપડુ અન્ડરવિયર બનાવવા માટે આપ્યું હતું. ટેલરે મારી અન્ડરવિયર નાની સીવી દીધી. તમને નમ્ર નિવેદન છે કે મારી અરજી સ્વીકારી લો અને દરજી વિરૂદ્ધ કાયદાકીય કાર્યવાહી કરવાની કૃપા કરો.

16 જુલાઈએ તેમણે હબીબગંજ પોલીસ સ્ટેશનમાં અરજી કરી હતી.

18 July, 2020 04:22 PM IST | Madhya Pradesh | Gujarati Mid-day Online Correspondent

અન્ય લેખો

ચિત્ર-વિચિત્ર

ફક્ત 12 રૂપિયામાં ઘર ખરીદવું છે?

કોરોનાકાળ ચાલી રહ્યો છે એટલે સ્વાભાવિક રીતે ઘણા દેશોનાં વિવિધ શહેરો, નગરો અને ગામડાંઓમાં તૈયાર ઘરના ભાવમાં ૨૦૧૯ના ભાવની તુલનામાં મોટો ઘટાડો થયો હશે.

15 June, 2021 10:48 IST | Croatia | Gujarati Mid-day Correspondent
ચિત્ર-વિચિત્ર

ખાટલાની પાટીમાં જ વણી લીધું, ‘દેશ જીતેગા, કોરોના હારેગા’

રાજસ્થાનના જોધપુરમાં એક ભાઈએ કોવિડ વિશે લોકોમાં જાગરૂકતા લાવવા ‘દેશ જીતેગા – કોરોના હારેગા’ અને ‘દો ગઝ કી દૂરી, માસ્ક હૈ જરૂરી’ જેવા કોવિડ પ્રોટોકોલના સંદેશા લખેલા ખાટલા તૈયાર કર્યા છે.

15 June, 2021 11:08 IST | Rajasthan | Gujarati Mid-day Correspondent
ચિત્ર-વિચિત્ર

ડૉગીએ જીવ બચાવ્યો, વૂડચકે મીઠી પપ્પી આપીને આભાર માન્યો

ક્યારેક કોઈક ઘટના એવી બની જતી હોય છે જેમાં બે અજાણ્યાઓ એકમેકના દોસ્ત બની જાય છે. એમાં પણ કોઈ જ્યારે બીજાનો જીવ બચાવે ત્યારની દોસ્તી કંઈક અનોખી જ હોય છે. જાનવરોમાં પણ આવું બનતું હોય છે.

15 June, 2021 10:30 IST | America | Gujarati Mid-day Correspondent

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK