° °

આજનું ઇ-પેપર
Thursday, 13 May, 2021


જેલવાસી પ્રેમીના ફોન-નંબરનું ટૅટૂ પોતાના પગ પર ચીતરાવ્યું : જેલની મહિલા અધિકારીને સજા

16 April, 2021 10:11 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

જેલના કેદી સાથે રોમૅન્ટિક રિલેશનશિપ રાખવા બદલ તેમ જ તેના ફોન-નંબરનું ટૅટૂ પોતાના પગ પર ચીતરાવવા બદલ જેલની મહિલા અધિકારીને ૧૦ મહિનાની જેલની સજા કરવામાં આવી છે

જેલની મહિલા અધિકારી

જેલની મહિલા અધિકારી

જેલના કેદી સાથે રોમૅન્ટિક રિલેશનશિપ રાખવા બદલ તેમ જ તેના ફોન-નંબરનું ટૅટૂ પોતાના પગ પર ચીતરાવવા બદલ જેલની મહિલા અધિકારીને ૧૦ મહિનાની જેલની સજા કરવામાં આવી છે. સુટોનમાં જેલની સુરક્ષાની કામગીરી સંભાળતી સ્કારલેટ ઑલ્ડ્રિચ નામની ૨૨ વર્ષની જેલની અધિકારીના તેની જેલના જૉન્સ નામના કેદી સાથે સુંવાળા સંબંધ હતા. પ્રાપ્ત માહિતી મુજબ જૉન્સ તેનો સંપર્ક કરી શકે એ માટે તેણે પોતાના આ પ્રેમીને મોબાઇલ ફોન પણ લાવી આપ્યો હતો. તપાસ દરમ્યાન કેદીના ફોનમાંથી પ્રેમપત્રો તેમ જ જેલ અધિકારીની સાથળ પર કેદીના ફોન-નંબરના ટૅટૂનો ફોટો જોવા મળ્યો હતો. પછીથી જેલ અધિકારીને તપાસી રહેલી નર્સે તેની સાથળ પર પણ કેદીના ફોન-નંબરનું ટૅટુ જોયું હતું. જેલ અધિકારીની ગેરવર્તણૂકને ધ્યાનમાં લઈને કોર્ટે તેને ૧૦ મહિનાની જેલની સજા કરતાં કહ્યું કે અધિકારીઓને તાલીમ દરમ્યાન કેદી સાથે સંબંધ વધારવાથી થતી સમસ્યાઓ વિશે માહિતગાર કરાતા હોય છે છતાં લૂંટના આ આરોપી સાથે સંબંધ ધરાવવા એ ઘણું ગેરજવાબદાર વર્તન કહેવાય અને એટલે તમને સજા કરવામાં આવે છે.

સ્કારલેટ ઑલ્ડ્રિચ  સૌપ્રથમ વાર ઑગસ્ટ, ૨૦૧૯માં જેલના કેદી સાથે વાત કરતી જોવા મળી હતી. બન્ને જણ રોજ લગભગ એક કલાક વાતો કરતાં હતાં. તેના સાથી અધિકારીએ તેને આ સંબંધ આગળ વધારવા બાબત ચેતવણી પણ આપી હતી, પરંતુ તે માની નહોતી.

16 April, 2021 10:11 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

અન્ય લેખો

ચિત્ર-વિચિત્ર

બાલ્કની તૂટતાં ડઝનબંધ લોકો ખડક પર પડ્યા છતાં બચી ગયા

બાલ્કની પર હદ બહાર વજન આવી પડ્યું એટલે એ નીચે ખડક પર તૂટી પડી હતી. આશ્ચર્યજનક બાબત એવી હતી કે જાનહાનિ થઈ નહોતી.

13 May, 2021 10:08 IST | California | Gujarati Mid-day Correspondent
ચિત્ર-વિચિત્ર

રશિયામાં બાળકોને ટેડી બેર, રમકડાં અને ફૂલો સાથે અંજલિ

રશિયાના કઝાન શહેરની એક સ્કૂલમાં મંગળવારે થયેલા શૂટઆઉટમાં મૃત્યુ પામેલાં બાળકોને ગઈ કાલે તેમના સ્નેહીજનોએ મૉસ્કો ખાતેની એક સરકારી ઑફિસની બહાર ટેડી બેર, રમકડાં અને ફૂલો સાથે અંજલિ આપી હતી.

13 May, 2021 10:46 IST | Russia | Gujarati Mid-day Correspondent
ચિત્ર-વિચિત્ર

મહિલાએ રિવ્યુમાં વેઇટરની રોમૅન્ટિક પ્રશંસા કરી દીધી : ગર્લફ્રેન્ડે ઊધડો લીધો

ઍન્ટોનિયા એક હોટેલમાં ગઈ અને ત્યાર પછી ત્યાં જમવાનો અનુભવ તેણે ‘ઑનલાઇન રિવ્યુ’માં લખ્યો. વેઇટરની પ્રશંસા કરતાં રિવ્યુમાં મહિલાએ રોમૅન્ટિક શબ્દો વાપર્યા હતા. એ રોમૅન્ટિક ભાષા સામે વેઇટરની પ્રેમિકાએ વાંધો ઉઠાવ્યો હતો. 

13 May, 2021 11:56 IST | America | Gujarati Mid-day Correspondent

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK