° °

આજનું ઇ-પેપર
Wednesday, 12 May, 2021


આઇફોન તળાવમાં પડી ગયા પછી એક વર્ષે જડ્યો ત્યારે વર્કિંગ કન્ડિશનમાં હતો

11 April, 2021 08:29 AM IST | Taiwan | Gujarati Mid-day Correspondent

સોશ્યલ નેટવર્કિંગ સાઇટ ફેસબુક પર આ બાબતની પોસ્ટ મશહૂર થઈ છે

ચેન, આઇફોન

ચેન, આઇફોન

તાઇવાનના ચેન નામના એક સ્થાનિક રહેવાસીનો આઇફોન તળાવમાં પડી ગયાના લગભગ એકાદ વર્ષ પછી પાછો મળ્યો ત્યારે એ ફોન વર્કિંગ કન્ડિશનમાં છે. સોશ્યલ નેટવર્કિંગ સાઇટ ફેસબુક પર આ બાબતની પોસ્ટ મશહૂર થઈ છે. ચેને એક વર્ષ પહેલાં વૉટરપ્રૂફ કેસમાં મૂકીને ગળે બાંધેલો આઇફોન આકસ્મિક રીતે ‘સન-મૂન લેક’ નામે જાણીતા તળાવના પાણીમાં પડી ગયો હતો. ૫૦ વર્ષમાં પહેલી વખત આ વર્ષે તાઇવાનમાં દુકાળ પડતાં તળાવમાં પાણીની સપાટી સાવ નીચે ઊતરી ગઈ ત્યારે ચેનભાઈનો આઇફોન નજરે ચડ્યો હતો. આઇફોન મળ્યો હોવાનો સંદેશ મળતાં ચેન ત્યાં પહોંચી ગયા હતા. તેમણે ફોન મળ્યા પછી ચાર્જિંગ માટે મૂક્યો ત્યારે ફરી આશ્ચર્ય થયું હતું, કારણ કે એ ફોન પૂર્ણ રૂપે વર્કિંગ કન્ડિશનમાં હતો.

11 April, 2021 08:29 AM IST | Taiwan | Gujarati Mid-day Correspondent

અન્ય લેખો

ચિત્ર-વિચિત્ર

પીત્ઝા પાર્ટીમાંથી બાકાત રાખવા બદલ રિસેપ્શનિસ્ટને આપવું પડ્યું 24 લાખનું વળતર

ઑફિસમાં યોજાયેલી પીત્ઝા પાર્ટીમાંથી બાકાત રાખવા બદલ કાર ડીલરશિપની ભૂતપૂર્વ રિસેપ્શનિસ્ટને તાજેતરમાં ૨૩૦૦૦ પાઉન્ડ (અંદાજે ૨૪ લાખ રૂપિયા)નું વળતર આપવું પડ્યું હતું.

11 May, 2021 11:04 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ચિત્ર-વિચિત્ર

અધિકારીઓએ મદનિયાનું ઝુંડ સાથે મિલન કરાવ્યું

સોશ્યલ મીડિયા પર ફૉરેસ્ટ રેન્જર્સ અને મદનિયાનો એક વિડિયો વાઇરલ થયો છે, નેટિઝન્સને ખૂબ પસંદ પડેલો આ વિડિયો કેન્યાનો હોવાનું મનાય છે.

11 May, 2021 10:42 IST | kenya | Gujarati Mid-day Correspondent
ચિત્ર-વિચિત્ર

ચીનમાં પર્યટકનો જીવ 330 ફુટ ઊંચે અધ્ધરતાલ

ચીનના લૉન્ગજિન્ગ શહેરમાં પિયાન પર્વતમાળા વચ્ચે એક રિસૉર્ટ બન્યું છે જ્યાં ૩૩૦ ફુટ ઊંચો કાચની પૅનલવાળો પુલ બનાવવામાં આવ્યો છે. થોડા દિવસ પહેલાં આ વિસ્તારમાં કલાકે ૯૦ માઇલની ઝડપે પવન ફૂંકાયો હતો જેને કારણે પુલની કેટલીક કાચની પૅનલ તૂટીને નીચે પડી હતી

11 May, 2021 10:58 IST | China | Gujarati Mid-day Correspondent

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK