° °

આજનું ઇ-પેપર
Monday, 02 August, 2021


આ ભાઈએ આંખે પાટા બાંધીને ખેતરની પરાળીમાંથી બનાવ્યાં છે 400 આર્ટવર્ક

15 November, 2019 10:55 AM IST | Patiala

આ ભાઈએ આંખે પાટા બાંધીને ખેતરની પરાળીમાંથી બનાવ્યાં છે 400 આર્ટવર્ક

400 આર્ટવર્ક

400 આર્ટવર્ક

નવેમ્બરની શરૂઆતમાં દિલ્હીની આસપાસના વિસ્તારોમાં ખેતરોમાં પરાળી બાળવાનું શરૂ થયેલું જેને કારણે હવા જીવલેણ બની હતી. આ પરાળીનો ક્રીએટિવ ઉપયોગ કરવો જોઈએ એવું પંજાબના મુખ્ય પ્રધાન અમરિન્દર સિંહે લોકોને કહ્યું હતું. પટિયાલાના રાજપુરામાં રહેતા અભિષેક કુમાર નામના યુવકે આંખો બંધ કરીને એ પરાળીમાંથી નાની-મોટી અનેક ચીજો તૈયાર કરી હતી. લગભગ ૪૦૦ જેટલી ચીજો તેણે તૈયાર કરી છે જે લોકો કલાકૃતિ તરીકે ખરીદી રહ્યા છે.

આ પણ વાંચો : અમેરિકામાં માથે પૂંછડી ધરાવતું ગલૂડિયું આકર્ષણનું કેન્દ્ર બન્યું

ખુદ મુખ્ય પ્રધાને પણ એમાંની કેટલીક ચીજો પોતાના ઘરે ડેકોરેશન માટે મૂકવાની ઇચ્છા વ્યક્ત કરી છે. અભિષેક હવે આ કામ જોઈ ન શકતા બાળકોને શીખવવા માગે છે. અભિષેક તેના દાદા પાસેથી આંખે પાટા બાંધીને ઘાસ અને પરાળીમાંથી કલાકૃતિ બનાવતા શીખ્યો હતો. આ ચીજો હાલમાં પ્રદર્શન માટે મૂકવામાં આવી છે.

15 November, 2019 10:55 AM IST | Patiala

અન્ય લેખો

ચિત્ર-વિચિત્ર

આ બે ભાઈઓએ નોકરીના એક હોદ્દા માટે અલગ-અલગ અરજી કરી

નાનપણથી કમરેથી જોડાયેલા હોવાને કારણે એકસાથે ઊછરેલા આ બન્ને ભાઈઓ ૧૮ વર્ષના થયા છે

02 August, 2021 10:23 IST | Punjab | Gujarati Mid-day Correspondent
ચિત્ર-વિચિત્ર

પાળેલો ડૉગી બે વર્ષે ન્યુઝ-ચૅનલ પર જોયો અને પાછો મેળવી લીધો

કુટુંબના સભ્ય એવા ડૉગીને ફરી મેળવીને ડ્વાઇટ ફૅમિલી ખુશખુશાલ અને ભાવુક થઈ ગયું હતું

02 August, 2021 10:22 IST | Wisconsin | Gujarati Mid-day Correspondent
ચિત્ર-વિચિત્ર

ચમચી ખરીદી ૯૦ પૈસામાં અને વેચી બે લાખ રૂપિયામાં

પાંચ ઇંચની આ ચમચી ખરીદી અને જોયું કે તેની ડિઝાઇન ૧૩મી સદીના રોમન યુરોપિયન સ્ટાઇલની છે અને આ ચમચીમાં ચાંદી પણ છે

02 August, 2021 10:20 IST | London | Gujarati Mid-day Correspondent

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK